જમ્મૂ-કાશ્મીર: શ્રીનગરમાં 40 વર્ષ જૂની મસ્જિદને શહીદ કરાઈ, આ છે કારણ…

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જેલમ નદી ઉપર લાંબા સમયથી અટકેલા પુલના નિર્માણને પૂર્ણ કરવા માટે મુસ્લિમ સમુદાયે એક દાખલો બેસાડ્યો છે, જેના માટે મુસ્લિમોએ 40 વર્ષ જૂની મસ્જિદને શહીદ કરવા માટે સંમતિ આપી દીધી છે.

ખરેખર જેલમ નદી પર રૂ. 10 કરોડનો પુલનો પ્રોજેક્ટ 2002માં શરૂ થયો હતો, પરંતુ કેટલાક રહેણાંક અને વ્યવસાયિક બાંધકામો હયાત હોવાથી 2002થી પ્રોજેક્ટનું કામ અટકી પડ્યું હતું.

અધિકારીઓએ રવિવારે કહ્યું કે શનિવારે કમરવારીના રામપુરા વિસ્તારમાં શ્રીનગર જિલ્લા વિકાસ કમિશનર શાહીદ ઇકબાલ ચૌધરી અને મસ્જિદ અબુ તુરાબની મેનેજિંગ કમિટી વચ્ચેના કરાર પર હસ્તાક્ષર થયાના 24 કલાક પછી શનિવારે મસ્જિદનું ડિમોલિશન શરૂ થયું કરાયું હતું.

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ડીડીસીએ જમીન હસ્તગત કરવા માટે મસ્જિદના ટ્ર્સ્ટીઓ સાથે અનેક તબક્કાની વાતચીત કરી છે. આ પછી મસ્જિદને શહીદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શ્રીનગરમાં કમરવારી અને નૂરબાગ વચ્ચે 166 મીટર લાંબો ટૂ-લેન બ્રિજ બનાવવા માટેનો માર્ગ સાફ થઈ ગયો છે.

આ ઘટનાને કાશ્મીરિયતનું એક મહાન ઉદાહરણ માનવામાં આવે છે. સ્થાનિક લોકો આ ઘટનાથી ખૂબ જ ખુશ છે અને આ વિશે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે.