વીડિયો: ભારે વરસાદ-કમોસમી વરસાદ બાદ ખેતરો પર મોટું સંકટ: સૌરાષ્ટ્રમાં ધૂસ્યા 10 કરોડ કરતાં વધારે તીડ

ઠંડીની સિઝન જામતા જ સૌરાષ્ટ્રના ખેતરો પર તીડના ટોળાએ આક્રમણ કરી દીધું છે. એવું મનાય છે કે 10 કરોડ કરતાં પણ વધારે તીડ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. પોરબંદરથી છેક બનાસકાંઠા, પાટણ અને હવે ગાંધીનગર જિલ્લા સુધી તીડ ઘૂસી ગયા છે.

હવે તીડનું ટોળું ગાંઝીનગરથી આગળ વધે તેવી શક્યતા છે ત્યારે ખેતરોમાં બટાકા સહિતના પાકને બચાવવા માટે ખેડુતોએ હોલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે. તીડનો હુમલો થતાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી વરસાદથી બેહાલ થયેલા ખેડુતો માટે આ સ્થિતિ વધુ કફોડી બની જવા પામી છે. પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન તરફથી આવતા તીડના ટોળાનો નાશ કરવા કરવા માટે જંતુનાશક દવાનાં છંટકાવ સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ દેખાતો નથી.

જૂઓ વીડિયો…

તીડ દ્વારા પાકને ભારે નુકશાન થાય છે. પાકને ખાઈ જાય છે અને તેની લોથ વાળી નાંખે છે. તીડના ટોળાને વિખેરવા માટે ખેડુતો દ્વારા ઢોલ વગાડીને ભગાડવામાં આવે છે. હાલ આ તીડોએ ગુજરાત અને રાજસ્થાનની દિશા પકડી છે.

ખેડુતોએ માંગ કરી છે કે તીડના ટોળાને ખાળવા માટે સરકાર દ્વારા અસરકાર પગલા ભરવામાં આવે અને ગુજરાતમાં પાકને વધુ નુકશાન ન થાય તેના માટે હેલિકોપ્ટરથી ખેતરોમા જંતૂનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.