બોલિવૂડની હિટ મશીન અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા પૈકીનો એક છે. હાલ અક્ષય તેની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝનું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ કામ કર્યું છે. ફિલ્મના બે ટ્રેલર્સ રિલીઝ થયા છે અને દર્શકો ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે.
https://twitter.com/adarshdubey083/status/1208364896657625089
જોકે, આ ફિલ્મ અંગે ટવિટર પર ધમાલ મચી ગઈ છે. ટવિટર પર યુઝર્સે ગુડ ન્યૂઝના બીજા ટ્રેલરમાં અક્ષય કુમાર પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ટ્રેલરના અંતમાં અક્ષય કુમાર બીજા એક અભિનેતા સાથે વાત કરી રહ્યો છે અને તે જણાવી રહ્યું છે કે તેણે પોતાના પુત્રનું નામ કેવી રીતે રાખ્યું. આમાં, એક ડબલ અર્થની મજાક સાંભળવા મળે છે, જેના કારણે કેટલાક લોકોનો ગુસ્સો ફાટ્યો છે.
ફિલ્મના કોમેડી સીનને લઈ અક્ષય કુમારને ટવિટર પર ખરું-ખોટું સંભળાવવાનું શરૂ કર્યું છે. લોકોએ અક્ષય કુમારની ફિલ્મોથી લઈને તેની નાગરિકતા સુધીની તમામ બાબતોને નિશાન બનાવી છે અને તેને ભગવાન રામનું અપમાન ન કરવાની ચીમકી આપી છે. લોકો કહે છે કે આવા ડાયલોગ્જ દ્વારા અક્ષયે ભગવાન રામનું અપમાન કર્યું છે.