ડિલીવરી દરમિયાન બાળકનું માથું કપાઈ ડોક્ટરના હાથમાં આવી ગયું, ધડ શરીરમાં રહી ગયું

જ્યારે લોકોએ સાંભળ્યું કે નવજાત બાળકનું માથું ડિલિવરી દરમિયાન કપાઈ ગયો છે અને ધડ માતાના શરીરમાં રહી ગયો છે તો આખાય તેલંગાણાં ચકચાર મચી ગઈ હતી. લોકોના કાળજા ધબકારા લેવાનું ચૂકી ગયા હતા. તેલંગાણાના નાગરકુરનૂલ જિલ્લાની અછમપેટ હોસ્પિટલની આ આઘાતજનક ઘટના છે.

નાગરકૃરનૂલ જિલ્લાના નાદિમપલ્લી ગામની 23 વર્ષીય સ્વાતિ ગર્ભવતી હતી. 18 ડિસેમ્બરે તેમને અછમપેટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેને કહ્યું કે સામાન્ય ડિલિવરી થશે.

સ્વાતિના સંબંધીઓએ કહ્યું કે ડોક્ટરોએ કહ્યું હતું કે બધું બરાબર થશે. સ્વાતિને લઈને કોઈ મેડીકલી પ્રોબ્લેમ ન હતા

સ્વાતિએ જણાવ્યું કે મને અછમપેટ હોસ્પિટલમાં પહેલા એક ઈંજેક્શન આપવામાં આવ્યું. પછી લેબર રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં ડો.સુધા રાની સહિત બે પુરૂષ ડોકટરોએ ડિલવરી કરાવાના હતા. પરંતુ થોડા સમય પછી મને કહેવામાં આવ્યું કે સ્થિતિ કથળી રહી છે, તમને હૈદરાબાદની પેટલાબૂર્જ મેટરનિટી હોસ્પિટલમાં રિફર કરવામા આવી રહ્યા છે.

સ્વાતિએ કહ્યું કે જ્યારે ડોક્ટરોએ મને પેટલાબૂર્જમાં ચેક કરવામાં આવી. મારા પતિ અને પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું કે અછમપેટ હોસ્પિટલમાં સામાન્ય ડિલિવરી નથી થઈ. જ્યારે સિઝેરિયન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે બાળકનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. ગર્ભાશયના શરીરમાં ધડ હજી પણ છે.

ત્યારબાદ હૈદરાબાદની પેટલાબૂર્જ હોસ્પિટલના ડોકટરોએ સ્વાતિના ગર્ભાશયમાંથી ધડને બહાર કાઢવા માટે ફરી વાર સર્જરી કરી હતી અને ધડને બહાર કાઢવામાં આવ્યું હતું.

આ ઘટનાથી રોષે ભરાયેલા સ્વાતિના સગાસંબંધીઓએ નાગરકૃરનૂલ જિલ્લાની અછમપેટ હોસ્પિટલની તોડફોડ કરી હતી. ફર્નિચરને પણ તોડી નાંખવામાં આવ્યું હતું. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લાના તબીબી આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી હતી. તુરંત જ ડોક્ટર સુધા રાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.