એક જ વર્ષમાં ભાજપના હાથમાંથી પાંચમું રાજ્ય ગયું, ઝારખંડમાં સરકાર ગઈ, કોંગ્રેસ-JMM પાસે સત્તાની ચાવી

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મતગણતરી ચાલી રહી છે અને પળે પળ સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે. શરૂઆતમાં ભાજપની સરકાર ગુમાવી રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તબક્કે જેએમએમ અને કોંગ્રેસનું ગઠબંધન બહુમતિ સુધી પહોંચી ગયું હતું અને ભાજપ પાછળ રહી ગયું હતું. જેએમએમ ગઠબંધન ઝારખંડમાં સૌથી મોટો પક્ષ બની રહ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું અને ભાજપ બહુમતિથી દુર થઈ ગયું હોવાનું જણાઈ આવી રહ્યું છે.

અત્યાર સુધી મળી રહેલા અંદાજ મુજબ ભાજપને 28 સીટ મળતી દેખાય છે. જેએમએમને 24, કોંગ્રેસને 13 સીટ મળી રહી છે. જેવીએમ-4, એજેએસયુ-3 અને અન્યોને નવ સીટ મળતી દેખાઈ રહી છે. આમ હાલ તો જેએમએમ-કોંગ્રેસે કુલ 37 સીટ સાથે બઢત બનાવી રાખી છે.

એક જ વર્ષમાં ભાજપ માટે આ ખરાબ સમાચાર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો ગુમાવ્યા બાદ ભાજપ ઝારખંડમાં આ પાંચમું રાજ્ય ગુમાવી રહ્યું છે.