હત્યારી ભાભી: દિયર સાથે શરીર સંબંધ બંધાયા બાદ ભાભીએ કર્યું ખતરનાક કામ અને સીધી પહોંચી ગઈ જેલમાં

સુરતના વડોદ ગામ નજીકથી તાજેતરમાં યુવકની લાશ મળી આવી હતી. આ કેસમાં સુરતની પાંડેસરા પોલીસ તપાસ ખરી હતી અને તપાસ બાદ યુવકની હત્યા થઈ હોવાનું ખૂલતા પોલીસના કાન ખડાં થઈ ગયા હતા.

પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોસ્ટમોર્ટમાં ખુલાસો થયો હતો કે યુવકનું મોત ગળે ફાંસો આપીને થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ દિશામાં તપાસ શરૂ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી અને સમગ્ર ઘટનામાં આરોપી તરીકે યુવકની ભાભીનું ખૂલ્યું હતું. ભાભી અને દિયર વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધો બંધાયા હતા. દિયર દ્વારા ભાભીને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો અને દિયરે ભાભીના પોતાની સાથેના બેડરૂમના ફોટો પણ પાડ્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો.

દિયરની ધમકી ઉપરાંત અવારનવાર સેક્સની માંગણીથી ભાભી ભયભીત થઈ ગઈ હતી. દરમિયાનમાં પતિને પણ ભાભી-દિયર વચ્ચે કશુંક રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી જતાં ભાભીએ દિયરનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું અને દિયરનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી.

બનાવ અંગે પાંડેસરા પોલીસ ભાભીની ધરપકડ કરી છે. મહત્વનું એ છે કે ભાભીનો પતિ નાઈટ શિફ્ટમાં કામ કરવા જતો હતો અને દિયર દિવસપાળીમાં નોકરી કરતો હતો. આ સમયનો ફાયદો ઉઠાવી દિયર ભાભી સાથે રંગરેલીયા માનવતો હતો.