…અને સાંસદે પોલીસના જૂતા સાફ કર્યા અને ચૂમી લીધા

આંધ્રપ્રદેશમાં સત્તારુઢમાં વાઈએસઆર કોંગ્રેસના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચૂમીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતા સાફ કરતા અને પછી તેને ચૂમતા દેખાય છે. હકીકતમાં વાયએસઆર સાંસદ ગોરંતલા માધવ ટીડીપી નેતા જેસી દિવાકર રેડ્ડીએ એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ કરી રહ્યા છે. રેડ્ડીના આ નિવેદનના વિરોધમાં જ તેમણે અનંતપુરમમાં બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસકર્મીના જૂતાને ચૂમ્યું હતું.