ધૂમ-4ની થઈ રહી છે તૈયારી? શાહરૂખ વિલન અને અક્ષય હશે પોલીસ ઓફીસર? જાણો વધુ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અક્ષય કુમારની એક તસ્વીર તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો એક ઇવેન્ટનો છે જ્યાં બંને સ્ટાર્સ એકબીજાને ખૂબ જ ફ્રેન્ડલી રીતે મળી રહ્યા છે. આ તસવીર જોઇને ચાહકો ખુબ ખુશ છે. અને ફિલ્મ ધૂમ-4 આ બંનેને લઈને બનાવવાની માંગ પણ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય પોલીસ બનશે અને શાહરૂખ વિલન બનશે.

શાહરૂખ ખાન અને અક્ષય કુમાર બંને લગભગ 30 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આજે પણ તેમની ફેન ફોલોવિંગ જબરદસ્ત છે. અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, આમીર ખાનના સ્ટારડમ સાથે ભાગ્યે જ કોઈની તુલના કરી શકાય. આ બધા ઘણા દાયકાઓથી ચાહકોના હૃદય પર રાજ કરે છે.

અક્ષય અને શાહરૂખના ચાહકો ઘણીવાર સોશિયલ મીડિયા પર ટકરાતા જોવા મળ્યા છે. પરંતુ તેમના ચાહકો ગમે તેટલા દૂર હોવા છતાં, આ બંને સ્ટાર્સ એકબીજાને ઘણું માન અને પ્રેમ આપે છે. આ ચિત્રમાં આ સ્પષ્ટ જોઇ શકાય છે.

શાહરૂખ ખાન અને અક્ષય કુમારની ફિલ્મો ઘણી વખત બોક્સ ઓફીસ પર ટકરાઈ છે. આ બંને સ્ટાર્સના ચાહકો વચ્ચે ઘર્ષણનું કારણ પણ તેમની ફિલ્મો પણ છે.

હવે બન્નેનો સાથે ફોટો જોઈને ફેન્સ ઈચ્છે છે કે અક્ષય અને શાહરૂખ એક ફિલ્મમાં સાથે આવે. તમને જણાવી દઈએ કે, અક્ષય- શાહરૂખ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ માં એક સાથે જોવા મળ્યા હતા.
કેટલાક ફેન્સનું કહેવું છે કે, આ બંને અભિનેતાઓને ફિલ્મ ધૂમ-4માં એકસાથે કાસ્ટ કરવા જોઈએ. જ્યાં શાહરૂખ મુખ્ય ખલનાયક બનશે અને અક્ષય પોલીસ બનશે.

હાલમાં શાહરૂખ ખાનની એક પણ ફિલ્મ 2019માં રિલીઝ થઈ નથી અને આવનારી કોઈ પણ ફિલ્મની જાહેરાત કરવામાં આવી નથી. ચાહકો હવે આતુરતાથી કિંગ ખાનની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

બીજી તરફ અક્ષય કુમાર પાસે અક્ષય કુમાર પાસે ફિલ્મોની લાઇન છે. સૂર્યવંશી, પૃથ્વીરાજ, લક્ષ્મી બોમ્બ, બચ્ચન પાંડે અને બેલ બોટમ જેવી ફિલ્મોનું શૂટીંગ ચાલી રહ્યું છે.

જ્યાં સુધી ધૂમ 4ની વાત છે, તો હજી સુધી કોઈ પણ એક્ટરને ફાઇનલ કરવાની જાહેરાત કરવામાં આવી નથી. વખતોવખત આ ફિલ્મ સાથે સલમાન, અક્ષય, શાહરૂખ, રણવીર, રણબીરના નામ ચર્ચાતા રહ્યા છે.