જમીયતે ઉલ્માએ હિન્દની ધમકી, CAA પાછો નહીં ખેંચ્યો તો અમિત શાહને કોલકાતા એરપોર્ટની બહાર પગ નહીં મૂકવા દઈશું

પશ્ચિમ બંગાળના પ્રધાન અને જમિઆત ઉલેમા-એ-હિન્દના પ્રદેશ અધ્યક્ષ સિદ્દીકુલ્લા ચૌધરીએ રવિવારે ધમકી આપી હતી કે જ્યાં સુધી નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ગૃહ પ્રધાન અમિત શાહને કોલાકાતા એરપોર્ટની બહાર પગ મૂકવા દેવામાં આવશે નહીં. કોલાકાતામાં તેમને પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.

સિદ્દીકઉલ્લા ચૌધરીએ કહ્યું હતું કે આ વિવાદિત કાયદો વર્ષોથી માનવતા અને “દેશમાં વસતા નાગરિકો” વિરુદ્ધ છે. CAA વિરુદ્ધ જમિઆત-એ-હિન્દની રેલીમાં તેમણે કહ્યું કે, જો જરૂર પડે તો અમે તેને (શાહ) શહેરના એરપોર્ટની બહાર પગ મૂકવા નહીં દઈશું. ” તેમને રોકવા માટે, અમે ત્યાં એક લાખ લોકોને એકત્રિત કરી શકીએ છીએ. રાજ્યના પુસ્તકાલય સેવા મંત્રીએ દાવો કર્યો હતો કે જમીયતના દેખાવો લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રહેશે.

તેમણે કહ્યું, “અમે હિંસક પ્રદર્શનમાં વિશ્વાસ નથી રાખતા પરંતુ CAA અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (NRC)નો જીવ પર આવીને વિરોધ કરીશું.” મંત્રીએ કહ્યું કે લોકો પહેલાથી જ ભાજપને નકારી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, “કોલકાતા સહિત દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ચૌધરીએ રાણી રાસમોની એવેન્યુમાં રેલીને સંબોધન કરતાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતીએ દેશની જનતાને નિરાશ કરી છે. કારણ કે તે “નફરત અને ભાગલાનું રાજકારણ” કરી રહ્યાં છે. રેલીમાં વક્તાઓએ CAA અને NRCના વિરોધમાં શેરીઓમાં ઉતર્યા બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આભાર માન્યો હતો.