સાવધાન: ફાસ્ટટેગના નામે ટોલ પ્લાઝા પર થઈ રહી છે ગેરકાયદે ટોલની વસૂલાત,જાણો આખો મામલો

ફોર વ્હીલર્સમાં ફાસ્ટ ટેગ લગાવવાની કેન્દ્રની યોજના તૈયારીના અભાવે અંધાધૂંધીનો ભોગ બને તેવું લાગી રહ્યું છે. કેશ લેનમાં વધુ સમય જતો હોવાના કારણે અને સંભવિત બે ગણા ટોલની બીકે યુપીના બેહરાઈચના કૈસગગંજ ટોલ પ્લાઝા ખાતે કેટલાક દલાલો સક્રીય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દલાલોએ પેટીએમ અને NHAIના નામે ઉઘાડી લૂંટ શરૂ કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ગેરકાયદેસર રિકવરી સંદર્ભે જાણવા મળેલી વિગતો મુજબ કેટલાક દિવસો પહેલા કૈસરગંજ ટોલ પ્લાઝા પર વોલેટ કંપનીના દલાલ દ્વારા જાહેરમાં કરાયેલી કથિત ઝપાઝપી બાદ ટોલ પ્લાઝા મેનેજમેન્ટે ફાસ્ટેગ એપને બીજા બ્રોકર સેન્ટરમાં મૂકીને રિકવરી શરૂ કરી છે.

15 ડિસેમ્બરથી કેન્દ્ર સરકારે તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યો હતો. પરંતુ તૈયારીના અભાવ અને લોકોના સંભવિત વિરોધને કારણે કેશ લેન પર ડબલ ટોલની વસૂલાત કેટલાક દિવસો માટે મુલત્વી રાખવામાં આવી છે. ફાસ્ટેગ એપ્લિકેશન, પેટીએમ, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેંક સહિતની તમામ એજન્સીઓને ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરવા માટે અધિકડત કરવામાં આવ્યા છે.

ફોસ્ટ-વ્હીલર માલિકોએ ફેસ્ટેગ ઇન્સ્ટોલ કરવા માટે એન્ડ્રોઇડ અથવા આઇફોન ટેકનોલોજીની અનિવાર્યતા દર્શાવી છે.  જાણકારીના અભાવે વાહન માલિકો NHAI ટોલ પ્લાઝા પર કર્મચારીઓને જાણ કરે છે, પછી તેઓ વાહનચાલકોને ગેરમાર્ગે દોરી તેમની પાસેથી ગેરકાયદેસર વસૂલાત કરી રહ્યા છે.

21 ડિસેમ્બરે કૈસરગંજ ટોલ પ્લાઝા ખાતે સૌરભ નામનો દલાલ ટોલ પ્લાઝા પર સિક્યોરીટીની સાંઠગાંઠમાં પ્રતિ ફાસ્ટટેગના રોકડા 100 રૂપિયાની ગેરકાયદેસર રિકવરી કરી રહ્યો હોવાની ફરીયાદ સામે આવી હતી. ફાસ્ટેગ એપ્લિકેશન મારફત પહેલાથી જ 100-200 રૂપિયાનો સર્વિસ ચાર્જ કાપી લેવામાં આવી રહ્યો છે.

ટોલ પ્લાઝા મેનેજમેન્ટે પણ આ દલાલોને છાવરીને સીધા NHAIના કર્મચારી હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. NHAIની ફાસ્ટેગ યોજના વિદેશી સ્માર્ટ કલ્ચરનો અનુભવ કરાવી રહી હોય પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ યોજનાનો ગેરલાભ કેટલાક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે.