કોંગ્રેસ નેતા શશી થરુરે શેર કર્યો ભારતનો વિવાદિત નક્શો, ટવિટર પર થયા ટ્રોલ

કોંગ્રેસના નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે, ભારતનો વિવાદિત નકશો શેર કર્યો, જેના પછી ટવિટર યૂઝર્સ ઉશ્કેરાયા હતા અને તેમને આડે હાથે લીધા હતા. આ પછી  થરૂરે નકશો દર્શાવતી પોસ્ટ ડિલીટ કરી હતી.

હકીકતમાં શશી થરૂરે જે નકશો શેર કર્યો તેમાં કાશ્મીરનો કેટલોક ભાગ દર્શાવ્યો ન હતો. આ નકશા સાથે તેમણે ‘સેવ ઈન્ડિયા રેલી’ નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પછી ટવિટર યૂઝર્સે નકશાને લઈ જોરશોરથી ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

આખરે  શશી થરૂરે આ નકશો કાઢી નાખવો પડ્યો. પરંતુ કેટલાક લોકો હજી પણ તે ટવિટનો સ્ક્રીનશોટ લઈને શશી થરૂર અને કોંગ્રેસ વિરુદ્વ ટવિટર હંગામો કરી રહ્યા છે.

એટલું જ નહીં  ભાજપે પણ શશી થરૂર પર હુમલો કરવાની તક છોડી ન હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ થરૂર પાસે માફીની માંગ કરી હતી.

આ સાથે જ ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ પણ શશી થરૂર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

સ્મિતા નામની યુઝરે પૂછ્યું કે શું કોંગ્રેસ શશી થરુરે શેર કરેલા નકશાને ટેકો આપે છે?

એક યુઝરે લખ્યું કે શશી થરૂર હંમેશા બ્રિટીશ અને પાકિસ્તાન વિશે વાત કરે છે. તેઓ આવા નકશાને કેવી રીતે શેર કરી શકે છે. શું આ કોંગ્રેસનો સ્ટેન્ડ છે?