2020નું વર્ષ PM મોદી માટે કેવું રહેશે? જાણો વધુ

થોડા દિવસો પછી 2019નું વર્ષ વિદાય લેશે અને નવું વર્ષ 2020 શરૂ થશે. નવા વર્ષમાં કોનુ ભાગ્ય કઈ તરફ લઈ જાય છે તેની બધાને ઉત્કંઠા હોય છે. પીએમ મોદીની રાશિ પ્રમાણે 2020નું વર્ષ તેમના માટે કેવું રહેશે તે એમની જન્મ તારીખના આધારે આલેખવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર-1950માં થયો હતો. હાલમાં તેમની કુંડળીમાં ચંદ્રમામાં શુક્રની વિંશોત્તરી દશા જૂન-2020 સુધી ચાલશે. શુક્રનો તેમની કુંડળીમાં યુદ્વનો સપ્તમ ભાવ સ્વામી હોવાના કારણે પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાન અને ચીન સાથે સંબંધો તનાવપૂર્ણ રહી શકે છે.

નવા વર્ષના મધ્યમાં બોર્ડર પર પાકિસ્તાન અને ચીન સાથે યુદ્વની શક્યતા પણ જોવા મળી રહી છે. વર્ષનાં અંતે નરેન્દ્ર મોદી સુખદ બની રહેશે. કારણ કે ત્યાં સુધીમા ચંદ્રમાની ભીતર સૂર્યની શૂભ દશા ચાલતી થઈ જશે જે તેમની વૃશ્ચિક લગ્ન કુંડળી માટે વધુ અનુકુળ બનશે.