ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીએ છોડી દીધું ફેસબૂક, આપ્યું આવું ચોંકાવનારું કારણ

નાગરિકતા સુધારા અધિનિયમ સામે દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે. દેખાવોની સાથે સાથે હિન્દુ-મુસ્લિમ વિશે એવા ઘણા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે બંને ધર્મો વચ્ચે નફરત ઉભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વિજય વર્ધનને સોશિયલ મીડિયા છોડવાનું મન બનાવી લીધું છે.

તેમણે આ માહિતી તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને આપી હતી. તેમણે લખ્યું…

“હાલના દિવસોમાં વ્હોટ્સઅપ પર હિન્દુ-મુસ્લિમ, તુ-હું, ભારત-પાકિસ્તાન, આપણા-પારકા, કાશ્મીર-બંગાળ, હિંસા, દ્વેષ અને નફરતના મેસેજ જોઉં છું. તેથી મેં સોશિયલ મીડિયામાંથી અલવિદા લેવાનું નક્કી કર્યું છે. કેમ કે હવે હું માનું છું કે સોશિયલ મીડિયામાં સોશિયલ જ બાકી નથી.સોશિયલ મીડિયામાંથી અલવિદા લીધા પછી, હું મારી ખરી જિંદગી શોધી શકું છું, કારણ કે હવે સોશિયલ મીડિયા પર સકારાત્મકતા અને પ્રેમ બચ્યો નથી.

આખરે તેમણે લખ્યું – જય હિન્દ, ભારત, પોતાની સંભાળ રાખે. જોકે, વિજય વર્ધનને તેમની પોસ્ટમાં નાગરિકતા સુધારા કાયદા અંગે કંઇ લખ્યું નથી.

વર્ષ 2018માં વિજય વર્ધનએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં 104 રેન્ક મેળવ્યો હતો. જે બાદ તેઓ આઈપીએસ બન્યા હતા. તમને જણાવી દઈએ કે વિજય વર્ધન 35થી વધુ પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હતા. તેઓ હરિયાણાના સિરસા જિલ્લાના છે. હાલમાં તેઓ ગુજરાત કેડરના આઈપીએસ છે.

વિજય માટે આઈપીએસ અધિકારી બનવું સરળ નહોતું. તેમને આ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ પછી સિવિલ સર્વિસની તૈયારી માટે તે 2013માં દિલ્હી આવ્યા હતા. વિજય કહે છે કે વર્ષ 2014માં મેં આઈએએસ પ્રારંભિક પરીક્ષા પછી મુખ્ય પરીક્ષા આપી હતી. પરંતુ ફેલ થઈ ગયો હતો.

આ પછી, 2015માં મુખ્ય પરીક્ષમાં પણ ફેલ થયા. 2016માં  વિજયે કોઈક રીતે મેન્સની પરીક્ષા ક્લિયર કરી હતી પરંતુ તે પછી છઠ્ઠા નંબરે પહોંચીને બહાર થઈ ગયા હતા. 2017માં પણ તેઓ ઇન્ટરવ્યુમાંથી આઉટ થઈ ગયા હતા. યુપીએસસીની પરીક્ષા પહેલા તેઓ  35થી વધુ કોમ્પિટીટીવ પરીક્ષામાં ફેલ થયા હતા. તેમણે 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને 104 રેન્ક મેળવ્યો હતો.  2019 પહેલા વિજયે ચાર વખત સિવિલ સર્વિસની પરીક્ષા પણ આપી હતી.