ભાજપનો પલટ વાર: ત્રણ કરોડ પરિવારને સમજાવશે CAAનો કાયદો, કરશે 250 પ્રેસ કોન્ફરન્સ

નાગરિકતા કાયદા(CAA)ને લઈ દેશભરમાં ચાલી  રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી કુલ 15 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકાર આ મામલે જરા પણ નમતું જોખવાના મૂડમાં જણાતી નથી અને ભાજપે હવે દેખાવકારોને જવાબ આપવા માટે પલટ વાર કર્યો છે. ભાજપે આવનાર 10 દિવસ માટે વ્યાપક રીતે કેમ્પેઈન શરૂ કરવાની યોજના બનાવી છે.

ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ભાજપના લોકો ઘરે ઘરે પહોંચીને લોકોને CAA અંગે સમજ આપશે. આ ઉપરાંત 250 પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ યોજવા બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે નાગરિક સંશોધન કાયદા અંગે ત્રણ કરોડ પરિવારોને સમજ આપવામાં આવશે. આ ઉપરાંત 250 પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. સાથે જ દરેક જિલ્લામાં કાયદાના સમર્થનમાં રેલી અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

ભાજપની યોજના લોકોને કાયદા અંગે સમજ આપવાની છે. આ પહેલાં પીએમ મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે જુઠ્ઠાણું ફેલાવીને લોકેની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.