ઉન્નાવ રેપ કેસ : ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જનમટીપ, 25 લાખનું વળતર ચૂકવવા આદેશ

ઉન્નાવ રેપ કેસમાં દોષિત ઠેરવાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગારને દિલ્હીની કોર્ટે જનમટીપની સજા સંભળાવી હતી.

કુલદીપ સિંહ સેન્ગર હવે મરતા દમ સુધી જેલમાં રહેવું પડશે. કુલદીપ સિંહ સેન્ગરની સજાનું એલાન બપોરે બે વાગ્યે કરવામા આવ્યું હતું. આ પહેલાં કોર્ટે સુનાવણી આજની તારીખ સુધી ટાળી દીધી હતી. સીબીઆઈએ 2017માં ઉન્નાવ રેપ મામલે કુલદીપસિંહને આજીવન કારાવાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે વ્યવસ્થા વિરુદ્વ એક વ્યક્તિને ન્યાયની આ લડાઈ છે.

તીસ હજારી કોર્ટના જજ ધર્મેશ શર્માએ કુલદીપને 25 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ રકમ એક મહિનાની અંદર પીડિતાના પરિવારજનોને આપવાની રહેશે.

તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગરે કલમ-120બી, 363, 366, 376 અને પોક્સોની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

આ કેસમાં કુલ 5 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાંથી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બાકીની સુનાવણી હજી પણ તે જ અદાલતમાં કરવામાં આવી રહી છે, જેમાં પીડિતાના પિતાની કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા.આ ઉપરાંત પીડિતાના પરિવારની બે મહિલાઓની માર્ગ અકસ્માતમાં હત્યા કરવામાં આવી હતી, અને ગેંગરેપ અને તેના કાકા વિરુદ્ધ કથિત ખોટા કેસ કરવામાં આવ્યા હતા.

જૂન 2017 માં, પીડિતાનું નોકરી આપવાની લાલચે અપહરણ કરીને કુલદીપસિંહ સેંગરે બળાત્કાર ગુજાર્યો હતો. આ સમય દરમિયાન તે સગીર હતી. યુપીના બાંગારમાઉના ચાર વખતના ધારાસભ્ય સેંગરને ઓગસ્ટ 2019માં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.