સુરતમાં રીક્ષા ડ્રાઈવર સરફરાઝે સ્યુસાઈડ નોટ છોડી કરી આત્મહત્યા, ત્રાસી ગયો હતો ટ્રાફિકના નિયમોથી

સુરતમાં રીક્ષા ચાલકે ગઈ રાત્રે આત્મહત્યા કરતા નાનપુરા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. રીક્ષા ચાલકે આત્મહત્યા કરતાં પૂર્વ પોતાના ઘરમાં ટીવી પાસે બે સ્યુુસાઈડ નોટ છોડી હતી અને તેમાં તેણે ટ્રાફિકના નિયમોને જવાબદાર ઠેરવ્યા હતા.

નાનપુરા ડક્કા ઓવારા ખાતે રહેતા સરફરાઝ શેખ નામના રિક્ષા ચાલકે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાદ્યો હતો. પરિવારજનો બીલીમોરા નજીક આવેલી જોરાવર પીરની દરગાહે દર્શન કરવા ગયા હતા. સરફરાઝ ઘરમાં એકલો હતો અને તેણે અંતિમ પગલું ભર્યું હતું.

સ્યુસાઈડ નોટમાં સુરતના પોલીસ કમિશનરને સંબોધીને સરફરાઝ લખ્યું છે કે સરકારે ટ્રાફિકના નિયમો બનાવ્યા છે. રીક્ષા ચલાકે હેરાન થઈ રહ્યા છે. 10,20, 30 રૂપિયાનો ફેરો કરતાં રીક્ષા ચાલકોને દંડ કરવામાં આવે છે. સરફરાઝને પણ પંદર હજારરૂપિયાનો ચાલાન ફટકારવામાં આવ્યો હોવાનું ઘરવાળા જણાવી રહ્યા છે.

ઘટનની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ડક્કા ઓવારે ધસી ગયા હતા. અઠવા પોલીસે પહોંચીને લાશનો કબ્જો લીધો અને જરૂરી કાર્યવાહી કરીને લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.