સુરત પોલીસને મળી મોટી સફળતા: બાળકી સાથે દુષ્કર્મ, નરાધમને ઝડપી પાડતી પોલીસ

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનારા નરાધમની પોલીસે ધરપકડ કરી છે. પાંચ દિવસની સતત અને ઝડપી તપાસના અંતે સુરત પોલીસે બાળકી સાથે પાપ કરનાર યુવકને ઝપડી પાડ્યો છે.

દુષ્કર્મની ઘટના અંગે સુરતના પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે સીટની રચના કરી હતી અને ડીસીપી વિધિ ચૌધરીને તપાસની જવાબદારી સોંપી હતી. વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આખરે પોલીસને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે અને સચિન જીઆઈડીસી વિસ્તારના લૂમ્સના કારખાનામાંથી આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને પકડી વધુ તપાસ હાથ ધરી છે.