સઈ માંજરેકર જ્યારે 12મા ધોરણમાં હતી ત્યારે દબંગ-3ની ઓફર થઈ હતી

સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ-3’  આજે ડિસેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. સલમાન ખાને ફિલ્મને જબરદસ્ત અને ધૂમ પ્રચાર કર્યો છે, આ ફિલ્મથી સલમાનને અનેક આશા છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે બોલિવૂડના એક્ટર મહેશ માંજરેકરની બેટી સઈ માંજરેકરની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી થઈ રહી છે.

પોતાની પહેલી ફિલ્મમાં જ સઈને સુપર સ્ટાર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો સઈની અદાકરી અને ડાયલોગ ડિલીવરની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાનમાં સઈ માંજરેકર એક નિવેદનથી ખાસ્સી ચર્ચામાં આવી ગઈ છે. તેણે કહ્યું કે મહેશ માંજરેકરની બેટી હોવાના નાતે તેને દબંગ-3માં આસાનીથી કામ મળી ગયું.

સઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યારે તે 12 ધોરણમાં હતી ત્યારે આ ફિલ્મમાં રોલ કરવા માટે કોલ આવ્યો હતો. ફોન કોલ દ્વારા કહેવાયું હતું કે દબંગ માટે તારા નામની વિચારણા કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ખુશીનો રોલ બહુ જ નિર્દોષ છે. કદાચ આ માસૂમિયત જોઈને મને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. હું આ ઓફરથી અત્યંત આનંદિત છું. આ પછી મારું સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યું અને પાસ થયું અને મને દબંગ-3 મળી ગઈ. સઈએ સલમાન અને સોનાક્ષી સાથે કામ કરવાનો અનુભવ પણ વર્ણવ્યો હતો.

ફિલ્મના શૂટીંગ દરમિયાનના માહોલ વિશે સઈએ કહ્યું કે મને સેટનું વાતાવરણ જોવાનો પહેલાં પણ મોકો મળ્યો ચૂક્યો હતો. જ્યારે મારા પિતા ફિલ્મ ડીરેક્ટ કરતા હતા અથવા એક એક્ટર તરીકે જતા હતા ત્યારે તેમની સાથે અવારનવાર જતી હતી. જેથી કરીને એટલું તો ધ્યાનમાં જ હતું કે કે ફિલ્મના સેટ પર કેવો માહોલ હોય છે. મને ચોક્કસ લાગે છે કે મહેશ માંજરેકરની બેટી હોવાના નાતે મને આ રોલ આસાનીથી મળી ગયો.