ગુજરાતમાં બંધની કોઈ જ અસર નહીં, બે જ અઘટીત બનાવો બન્યા : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદમાં આજે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં વિરોધની મિશ્ર અસર જોવા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. શહેરનાં સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા હળવા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. જેના કારણે એકઠા લોકોમાં દોડભાગ મચી હતી. જોકે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું તહું કે, ગુજરાતમાં બંધની કોઈ જ અસર જોવા મળી નથી. માત્ર બે જેટલી અઘટીત ઘટના બન્યાનું ધ્યાન પર આવ્યું છે.

રાજકોટ ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બંધની કોઈ જ અસર જોવા નથી મળી. માત્ર બે જ જેટલી અઘટીત ઘટના ઓ બન્યાનું સામે આવ્યું છે. જે પણ જગ્યાએ વિરોધ પ્રદર્શિત કરવા ટોળા એકઠા થયા હતા ત્યાં પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યું છે તો સમગ્ર વિરોધ પ્રદર્શન પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ શાંતિનું વાતાવરણ તોડવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે.અમદાવાદમાં થયેલા આ વિરોધમાં પોલીસે 10થી વધારે લોકોની અટકાયત પણ કરી હતી. આ સાથે શહેરમાં સવારે પણ કોલેજનાં વિદ્યાર્થીઓએ પણ વિરોધ વિરોધ કર્યો હતો. જેમની પણ અટકાયત કરવામાં આવી હતી. એનએસયુઆઈનાં કાર્યકર્તાઓએ પણ વિરોધ કરતાં તેમની પણ અટકાયત કરી હતી.આજ સવારથી શહેરના કોટ વિસ્તાર જેમકે લાલ દરવાજા, રિલીફ રોડ અને તેની આસપાસનાં વિસ્તારોની દુકાનો બંધ જોવા મળી હતી. આ સાથે રિલિફ રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતાં. જેમને પોલીસે આવીને ભેગા ન થવાની અપિલ કરી હતી.