નીતિશ કુમારની મોટી જાહેરાત: કહ્યું” બિહારમાં નહીં લાગુ થાય NRC”

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે બિહારમાં એનઆરસી લાગુ કરવામાં આવશે નહીં. બિહારમાં નાગરિક્તા કાયદાની સામે હાલ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેડીયુ ભારે ફિક્સમાં મૂકાઈ જવા પામી છે. ખાસ કરીને જેડીયુના મુસ્લિમ સાંસદો અને ધારાસભ્યોમાં ઉકળતો લાવા જોવા મળી રહ્યો છે.

આ બધાની વચ્ચે નીતિશ કુમાર એનઆરસીને બિહારમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરીને મોદી સરકારને મોટો આંચકો આપ્યો છે. બિહરામાં નીતિશ અને ભાજપની ગઠબંધનવાળી સરકાર ચાલી રહી છે. નીતિશ કુમારના નિવેદન બાદ બિહારના રાજકારણમા ગરમાટો આવી ગયો છે.