દિલ્હીમાં કારોને આગ લગાડાઈ, મેરઠમાં પોલીસ ચોકીને ફૂંકી મરાઈ, 25 પોલીસવાળા ફસાયા

નાગરિક કાયદા વિરુદ્વ દેશભરમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોની ચપેટમાં આજે મોડી સાંજે દિલ્હી પણ આવી ગયું હતું. દિલ્હીમાં કારોને આગ લગાડવામાં આવી હતી જ્યારે મેરઠમાં પોલીસ ચોકીને ફૂંકી મારવામાં આવી હતી. 25 પોલીસવાળા ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.  પોલીસવાળાને સહી સલમાત બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

દિલ્હીમાં ભાર વિરોધને પગલે રાજીવ ચોક સહિત 19 મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે પણ વિરોધ જારી રહ્યો હોવાની અહેવાલ મળી રહ્યા છે. નોઈડા અને ગાઝીયાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

નાગરિક્તા કાયદાને લઈ યુપી, બિહાર બંગાળમાં સંગ્રામ છેડાઈ ચૂક્યું છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મેંગ્લોરમાં બે અને લખનૌમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું ન્યૂઝ એજન્સીઓ જણાવી રહી છે.