બૂલેટ ટ્રેન અમીરો માટે, ગરીબોને તો રીક્ષા જ પોસાયઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર કાર્યરત થઈ ગઈ છે અને શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ હોવાની વાતો ખોટી ઠરી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યોને ભોજન માટે આમંત્રિત કરીને નવો ચીલો કંડાર્યો છે.

સામાન્ય રીતે ઓછું બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે વધુ કામ કરવામાં માને છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કરતા વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બૂલેટ ટ્રેન અમીરોને પરવડે, ગરીબોને તો રિક્ષા જ પોષાય. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના અભિભાષણનો જવાબ આપતા કહ્યું અઘાડી સરકાર અભિભાષણને અનુસરશે.

તેમણે કહ્યું કે અમારી સરકાર સંત ગાડગેબાવાના સિદ્ધાંતો અનુસાર ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ગરીબોને આશ્રય અને કપડા તથા લોકોને સારૃ જીવન પૂરૃં પાડવા માટે કામ કરશે.