ભાજપ સરકાર લોક લાગણીનું અપમાન કરી રહી છે: સોનિયા ગાંધી

નાગરિકતા એક્ટ અંગે દેશમાં થઈ રહેલા દેખાવો વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકાર લોકોના અવાજને દબાવી રહી છે. લોકતંત્રમાં જનતાના અવાજને દબાવી દેવો ખોટું છે. લોકોના અવાજને સાંભળવો એ સરકારની જવાબદારી છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપ સરકારની નીતિઓ દેશવિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણના હિતમાં ઉભી છે.

દેશની હાલત પર સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની જવાબદારી છે કે તે લોકોની વાત સાંભળે. હાલમાં જે થઈ રહ્યું છે કે તે લોકતંત્રમાં અસ્વીકાર્ય છે. લોકસતંત્રમાં લોકોની પાસે સરકારની ખોટી નીતિઓ વિરુદ્વ બોલવાનો અધિકાર ચે. સાથે જ પોતાની વાત રજૂ કરવાનો પણ અધિકાર હોય છે. ભાજપ સરકારે અસંતોષને ડામી દેવા માટે લોકોના અવાજનું અપમાન કર્યું છે અને ક્રુર રીતે બળપ્રયોગનો ઉપયોગ કર્યો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ આ બાબતોની આકરી ટીકા કરે છે. નાગરિક્તા સંશોધન એક્ટ પક્ષપાતપૂર્ણ છે. કોંગ્રેસ બંધારણની મર્યાદા અકબંધ રાખવા માટે કૃતસંક્લ્પ છે.

સોનિયા ગાંધીએ સરકાર હુમલો કરતા કહ્યું કે નાગરિક્તા એક્ટ ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની જેમ ફરી એક વાર લોકોને પોતાની નાગરિક્તા સાબિત કરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડશે.