દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, નાસભાગ મચી ગઈ

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આના કારણે લોકોમાં ભારે નાસભાગ અને દેકારો મચી ગયો હતો. ભૂકંપનું સેન્ટર ક્યાં હતું અને કેટલા રિચર સ્કેલ પર ભૂકંપ હતો તેની વિગતો મેળવવામાં આવી રહી છે.

ભૂકંપની તીવ્રતા 6.3 રિચર સ્કેલ પણ મપાઈ હતી. અફઘાનિસ્તાનમાં હિન્દુકુશમાં ભૂંકપનું કેન્દ્ર રહ્યું હતું. એનસીઆરમાં ભૂંકપનો જોરદાર આંચકો હતો. જોકે કોઈ નુકશાન થવાની માહિતી મળી રહી નથી.

દિલ્હી, એનસીઆર સહિત પંજાબ, હરિયાણા અને કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ દરમિયાન કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતમાં પણ આંચકાની અસર જોવા મળી હતી. આના કારણે લોકોમાં ડરનો માહોલ જન્મી જવા પામ્યો હતો અને લોકો ધરોમાંથી બહાર ભાગ્યા હતા.

નોંધનીય છે કે આ પહેલાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મંગળવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. કાંગડા ખીણમાં 1905માં આવેલા ભૂકંપમાં વીસ હજાર લોકોએ માર્યા ગયા હતા.