પાકિસ્તાન માટે જાસૂસીના મસમોટા કાંડનો પર્દાફાશ : નેવીના સાત સૈનિક સહિત હવાલા બિઝનેસમેનની ધરપકડ

ગુપ્તર એજન્સી અને નૌસેનાની ગુપ્ત બ્રાન્ચે પાકિસ્તાન માટે જાસૂસીના મસમોટા કાંડનો પર્દાફાશ કર્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવેલી સંયૂક્ત કાર્યવાહી સાત નૌસૈનિક સહિત હવાલા બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરનારા સૈનિકો વિશાખાપટ્ટનમ, મુંબઈ અને કરવડ નૌસૈના ઓફીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સંયૂક્ત ઓપરેશન આંધ્રપ્રદેશની નૌસૈનાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આંધ્રપ્રદેશની ગુપ્તર શાખાએ કેન્દ્ગીય ગુપ્તચર એજન્સી અને નૌસેનાની ગુપ્તચર બ્રાન્ચની મદદથી દેશની વિભિન્ન ઓફીસોમાં કાર્યવાહી કરી હતી. આખાય ઓપરેશનનું નામ ડોલ્ફીન નોઝ રાખવામાં આવ્યું હતું. કેટલાક શંકાસ્પદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

તમામ આરોપીઓને વિજયવાડા સ્થિત એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તમામને ત્રીજા જાન્યુઆરી સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પૂર્વી નૌસૈનિકની મેઈન ઓફીસ વિશાખાપટ્ટનમમાં આવેલી છે.