ફેસબૂક- યૂટ્યૂબ પર છે વહુ-સસરા, દિયર-ભાભી, ટીચર-સ્ટૂડન્ટ, મામા-ભાણેજના સંબંધોનો દાટ વાળતી વલ્ગર ફિલ્મોનો ભંડાર

તમે કલ્પના ન કરી શકો એવી ફિલ્મોનો ફેસબૂક અને યૂ-ટયૂબ પર ભંડાર જોવા મળી રહ્યો છે. સમાજમા ડે સંબંધોને પવિત્રતાના પ્રતિક રૂપે જોવામાં આવે છે તેવા તમામ પ્રકારના સંબંધોનો નિમ્નસ્તરે અને માત્ર સસ્તી લોકપ્રિયતા ખાટવાના આશય તથા કળદાર રળી લેવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર પીરસવામાં આવી રહ્યા છે. આ એક બહુ મોટી ચિંતા જોવા મળી રહી છે.

સસરાએ વહુ સાથે કર્યું બદકામ, મામીએ ભાણેજને આવી રીતે ફોસલાવ્યો, ભાભીએ દિયર સાથે રાત ગુજારી, માતા સાથે પુત્રના મિત્રએ કર્યું દુષ્કર્મ, નાનાભાઈની પત્ની સાથે મોટાભાઈની રાસલીલા, કાકા-ભત્રીજી અને એવા તો કોઈ સંબંધ બાકી નથી જે સમાજના દૃષ્ટિકોણમાં અનેક રીતે મહિમામય અને સન્માનજનક છે. પણ ફેસબૂક અને યૂ-ટ્યૂબ પર અપલોડ કરાતી ફિલ્મોએ ભારતીય સમાજને તદ્દન નગ્ન અને વલ્ગર ચિતરવામાં કશી પાછીપાની કરી નથી. એક-એક પછી આ ફિલ્મોને જોનારા લોકોની સંખ્યા પણ ઉત્તરોઉત્તર વધતી જોવા મળી રહી છે. બાકાયદા આવી ફિલ્મોનું પ્રમોશન કરવામાં આવે છે અને બન્ને એપની કંપનીઓ આવા કન્ટેન્ટને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહિત કરી રહ્યા હોય એવી છાપ ઉભી થઈ રહી છે. ખુલ્લેઆમ એવા શબ્દોના ટાઈટલ હોય છે કે એને કોપી પેસ્ટ કરીને પણ અહીં મૂકી શકાતા નથી. અત્યંત છીછરા પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે.

દેશભરમાં ચાલી રહેલા દુષ્કર્મ અને બળાત્કારના દુષિત અને કલંકિત વાતાવરણની પાછળ આવી ફિલ્મો પણ મોટાભાગે કારણભૂત બની રહી છે. આજનો યુવાધન ફેસબૂક અને યૂ-ટ્યૂબ પર આવી ફિલ્મો જોવામાં તલ્લીન જોવા મળે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વલ્ગર કન્ટેન્ટની ભરમારના કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે પ્રકારે સામાજિક ઢાંચાને નુકશાન કરવામાં આવી રહ્યું છે અને યુવાધનને આડા રસ્તા પર ધકેલવામાં આવી રહ્યા છે તેના કારણે ફેસબૂક અને યૂ-ટ્યૂબ પર આવતા આવા વલ્ગર કન્ટેન્ટ પર વહેલામાં વહેલી તકે પ્રતિબંધ મૂકવામાં આવે તે જૂરૂરી છે.

આમ તો ફેસબૂક અને યૂ-ટયૂબવાળા એટલા બધા પાવરધા હોય છે કે તેઓ અન્ય કોઈ દ્વારા આવા કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે તો તરત જ બેન મૂકી દે છે અથવા અકાઉન્ટ સસ્પેન્ડ કરી દે અથવા તો આઈડીને બ્લોક કરી નાંખે છે. અનેક કિસ્સામાં પોલિટીકલ અથવા અન્ય નાના અમથા કારણોથી ફેસબૂક કોઈ પણ પ્રકારની નોટીસ વિના કાર્યવાહી કરે છે પણ આવી વલ્ગર પોસ્ટ કે વીડિયો વિરુદ્વ કાર્યવાહી કરતાં ખુદ ફેસબૂક અને યૂ-ટ્યૂબના હાથ ધ્રુજી જાય છે. ફેસબૂક અને યૂ-ટ્યૂબનની આવી દોગલી નીતિના કારણે આજે અનેક લોકો સહન કરી રહ્યા છે જ્યાર ભારતીય સમાજના ઢાંચાને સંપૂર્ણપણે નુકસાન કરતાં વીડિયો અને પોસ્ટ અંગે આ બન્ને એપની કંપનીઓ તમાશો જોઈ રહી છે.