સુરતમાં મોપેડ સાથે યુવતી ફસાઈ મુશ્કેલીમાં, આ કોન્સ્ટેબલો સલામત ઘરે પહોંચતી કરી

હૈદરાબાદમાં તબીબ યુવતી સાથે ગેંગરેપ કરી હત્યાની ઘટના બાદ સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે એક જાહેરાત કરી હતી. જો કોઇ મહિલા રાત્રે એકલી હોય અને ઘરે જવામાં મુશ્કેલી કે ખતરો અનુભવતી હોય તે સંજોગોમાં પોલીસને ફોન કરે તો પોલીસ તેને ઘર સુધી મૂકવા આવશે. દરમિયાન બુધવારે રાત્રે એક વાગ્યે સારોલી ચેક પોસ્ટથી થોડે દૂર એક યુવતી મોપેડ સાથે ઊભી હોવાનું જણાઇ આવતા અહીં ફરજ બજાવતા જહાંગીરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ અનુપસિંહ અને એસઆરપીના જોગા દેસાઇને યુવતી મુશ્કેલીમાં હોવાનો ખ્યાલ આવ્યો હતો.

અનુપસિંહ અને જોગાભાઈ મહિલા પાસે જઇ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રીયાબેન પટેલ હોવાનું અને તે સારોલીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. મોપેડમાં પેટ્રોલ પુરું થઇ ગયાનું જણાવતા આ બંને પોલીસ કર્મચારીઓ મોપેડને ધક્કો મારી ચેક પોસ્ટ પાસે સલામત જગ્યાએ લઇ આવ્યા હતા. પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને મોપેડમાં ભરી આપવાની સાથે પોતાની બાઇક મોપેડની પાછળ ચલાવી યુવતીને ઘર સુધી મૂકી આવ્યા હતા.

પહેલાના સમાચાર