જુનાગઢ માંગરોળના મરીન પોલીસ સ્ટેસનમા ફરજ બજાવતા બે પોલીસ કોન્સટેબલે એક સાથે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. એએસઆઈ અને કોન્સ્ટેબલે આત્મહત્યા કરતાં પોલીસ વિભાગમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. જયદીપ પરમાર અને સાજીદ નાગોરી નામના પોલીસવાળાએ શા માટે આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
માંગરોળ મરીન પોલીસમાં પોલીસ કૉસ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયદીપ પરમાર માંગરોળ ના ઢેલાણા ગામનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સાજીદ નાગોરી જુનાગઢ નો રહીશ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
એક સાથે બે પોલીસવાળાએ શા માટે આત્મહત્યા કરી એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આત્મહત્યા અંગેના કારણો હજુ જાણી શકાયા નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી કરી રહી છે.