સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું “પરવેઝ મુશર્રફને ભારતની નાગરિકતા આપી દો”

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે હવે આપણે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સજા-એ-મોતનો સામનો કરી રહેલા પરવેઝ મુશર્રફને પણ નાગરિકતા આપી શકીએ છીએ. સ્વામીએ કહ્યું કે પરવેઝ મુશર્રફ દિલ્હીના દરિયાગંજના રહેવાસી છે અને ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે.

તામિલનાડુથી ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સ્વામીએ ટ્‌વીટ કરી કહ્યું કે અમે પરવેઝ મુશર્રફને ફાસ્ટ ટ્રેક આધાર પર નાગરિકતા આપી શકે છે કારણ કે તેઓ દરિયાગંજથી છે અને ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે. પોતાને હિન્દુઓના વંશજ માનનારા તમામ લોકો નવા નાગરિકતા સંશોધન કાયદા માટે યોગ્ય છે અને તેમને (નાગરિકતા) અપાય.