જામીન પર છૂટ્યા બાદ પાયલ રોહતગીએ કહ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનતું હોય તો એમાં કશું ખોટું નથી

ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ નેહરુ પરિવાર અંગે આપત્તિજનક ટીકા કરતાં રાજસ્થાન પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર મૂક્ત છે. પણ એક રાત તેને જેલમાં પાંચ ક્રિમીનલ્સ સાથે વિતાવી પડી હતી. જ્યાર તેને પૂછવામાં આવ્યું કે શું નેહરુ ફેમિલી વિરુદ્વ કોમેન્ટ કરવાનો પસ્તાવો છે તો આ એક્ટ્રેસે આવો જવાબ આપ્યો હતો.

પાયલે કહ્યું કે મારા વીડિયોને ટવિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યો. જેના કારણે શોક્ડ થઈ જવા પામી છું. મેં મારા વીડિયોમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે બધી જાણકારી પબ્લિક ડોમેન મારફત લેવામાં આવી છે. મેં જણાવ્યું હતું કે આ ઈન્ફર્મેશન મારા પહેલાં જવાહરલાલ નેહરુના સેક્રેટરીના પુસ્તકમાંથી લેવામાં આવી છે. સરકારે નેહુરના સેક્રેટરી એમઓ મુથઈ પુસ્તક વિરુદ્વ કાર્યવાહી કરવાની જરૂર છે.  મેં જે માહિતી આપી તે મારો વિચાર ન હતો. પણ થર્ડ પાર્ટીના વિચારો હતા. વીડિયોમાં કોઈ પણ મહિલા માટે કશું પણ ખોટું કહેવામાં આવ્યું નથી. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર મને હેરાન કરી છે અને આ બધું રાજસ્થાન સરકારના ઈશારે કરવામાં આવ્યું છે. મને જે પ્રકારે પકડી લેવામાં આવી તેના પરથી એવું લાગે છે કે રાજસ્થાનમાં વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર જોખમ છે.

પાયલે સ્પષ્ટ રીતે કહ્યું કે મારા વીડિયોથી ગાંધી પરિવારને ખોટું લાગ્યું હોય તો મૂળ સોર્સને ટારગેટ કરવાની જરૂર હતી. જ્યાં સુધી મને પસ્તાવો થવાની વાચ છે તો મને એટલી ખબર છે કે મારા વીડિયોના કારણે એફઆઈઆર નોંધાઈ છે, ત્યારે જ મેં માફી માંગી લીધી હતી. પોલીસે સમન્સ મોકલ્યું તો તરત જ મેં માફીનામું જાહેર કર્યું હતું. મેં પોલીસને કો-ઓપરેટ કર્યું છે. પરંતુ જે લોકો ભારતના ટૂકડા કરવાનો નારો લગાવે છે તેમની પણ ધરપકડ કરવાની જરૂર છે.

પાયલ રોહતગીએ કહ્યું કે – CAAને સંપૂર્ણ ચર્ચા સાથે લોકસભા અને રાજ્યસભામાંથી પાસ કરવામાં આવ્યું છે. બિલ બન્ને ગૃહોમાંથી પાસ થઈ ગયું છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની સંખ્યા બહુ ઓછી છે અને આ લોકો કોઈ પણ હોઈ શકે છે. રોહિંગ્યા, લિબરલ ગેંગ અને ધૂસણખોરો પણ હોઈ શકે છે. ભારત હિન્દુ રાષ્ટ્ર બને છે તો લોકો ડરે છે શું કામ. ભારતે હિન્દુ રાષ્ટ્ર બનવું જ જોઈએ એમાં કશું ખોટું નથી.