અમદાવાદમાં દેખાવકારો પર પોલીસનો હળવો લાઠીચાર્જ

નાગરિક સુધારા બિલની આગ હવે ગુજરાતમાં પણ પહોંચી છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવા એકત્રિત થયેલા લોકો પર પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળે છે.

આજે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અમદાવાદ બંધ દરમિયાન સરદાર નગર ખાતે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. પોલીસે દેખાવકારોને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો બાદમાં દેખાવ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.