ભડકાઉ પોસ્ટ અંગે WhatsApp ગ્રુપના મેમ્બર સાથે એડમિન વિરુદ્વ પણ થશે કાર્યવાહી, બચવા માટે બસ આટલું કરો

જો તમે WhatsApp ગ્રુપના એડમિન છો! સાવચેત રહો. જો ગ્રુપમાં ધાર્મિક ઉન્માદ, પથ્થરમારો, ફાયરીંગની અફવાઓ સંબંધિત વિડિઓઝ, ફોટા અથવા પોસ્ટ્સ શેર કરી છે, તો પછી તમારી વિરુદ્વ કાર્યવાહી ચોક્ક્સ કાર્યવાહી થશે. આવા WhatsApp ગ્રુપ પોલીસની દેખરેખ હેઠળ છે જે કાં તો કાર્યરત છે અથવા શાંતિને ડહોળવા માટે તાજેતરમાં બન્યા છે. નાગરિકતા સુધારા અધિનિયમ બાદ દિલ્હી અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં થયેલી ઘટનાઓ અંગે WhatsApp ગ્રુપ અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને બનાવટી વીડિયોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

જામિયામાં દેખાવો દરમિયાન મામલો સ્ફોટક ત્યારે બન્યો કે જ્યારે WhatsApp અને ટ્વિટર પર એવી અફવાઓ ફેલાવાઈ હતી કે પોલીસ ગોળીબારને કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. સાયબર સેલે આવા 50થી વધુ WhatsApp ગ્રુપને શોધી કાઢ્યા છે. પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલા નકલી વીડિયોને રિ-ટવિટ કરીને શેર કરનારાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સાયબર સેલના ડીસીપી અન્યેષ રોયે WhatsApp ગ્રુપ અને સોશિયલ મીડિયા યુઝર્સને જરૂરી સલાહ આપી છે

સૌ પ્રથમ તમારા મગજમાં સવાલ એ આવશે કે જો અફવા અથવા ઉશ્કેરણીજનક કન્ટેન્ટ વોટ્સએપ, ફેસબુક અથવા ટ્વિટર દ્વારા આવે તો શું કરવું! સોશિયલ મીડિયામાં આપણી પાસે વોટ્સએપ ગ્રુપ સિવાય બે વિકલ્પો છે. ક્યાં તો આપણે તેને શેર કરીએ છીએ અથવા તો રિ-ટવિટ કરીએ છીએ. મતલબ કે કન્ટેન્ટને ફોરવર્ડ કરીએ છીએ.

આવી સ્થિતિમાં ગ્રુપ મેમ્બર અને એડમિનની એક સરખી બની રહેશે. જો તે ખોટું છે, ગેરકાયદેસર છે, ઉશ્કેરણીજનક છે અને તેનો હેતુ ધાર્મિક સંવાદિતાને વિકૃત કરવા, ઉન્માદ ફેલાવવાનો છે, તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેથી, આવી પોસ્ટનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ જેવાં કે વ્હોટ્સઅપ, ટવિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય, આ તમામ એપની કંપીઓએ વપરાશકર્તાઓને વિવિધ સુવિધાઓ આપી છે. અફવાવાળી પોસ્ટને ફ્લેગ કરવા, પોસ્ટને હોલ્ડ કરવા સહિતના ઓપ્શન આપવામાં આવેલા છે. એપ બનાવનાર કંપની પાસે પણ આ ઓપ્શનને અટકાવવાની સુવિધા આપવામાં આવી છે.

ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનારા મેમ્બરને ગ્રુપમાંથી બહાર કાઢવા ઉપરાંત તેની પોસ્ટને ડિલીટ કરવાની પણ જરૂર રહે છે. મતલબ કે ગ્રુપમાં કોઈ અળવિતરી પોસ્ટ મૂકે તો અન્ય મેમ્બરોએ પણ વાંધો ઉઠાવી તેને ગ્રુપમાંથી બહાર કાઢવા ઉપરાંત પોસ્ટને ફોરવર્ડ કરવાથી બચવાની જરૂર રહેલી છે. આ ઉપરાંત તેને અકાઉન્ટને પણ નિષ્ક્રીય કરી શકાય છે.

પાકિસ્તાનીઓ સોશિયલ મીડિયા ટવિટર હેન્ડલ્સ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા ભારતમાં વાતાવરણ બગાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ તેમના હાથમાંનું મુખ્ય સાધન છે. લોકોને સલાહ છે કે અજ્ઞાત અકાઉન્ટથી બચે. ગુપ્તચર અહેવાલ છે કે પાકિસ્તાનીઓ ટ્વિટર હેન્ડલ્સ મારફત હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યા છે. આ લોકો ફેસબુક પર બનાવટી પ્રોફાઇલ બનાવીને પણ આ કરી રહ્યા છે.