NRC-CAAને લઈ અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં બંધના અલાન દરમિયાન કેટલીક છૂટી છવાઈ ઘટનાઓને પગલે એકંદરે શાંતિ જળવાઈ રહી હતી. જ્યારે મોડી સાંજે શાહઆલમ વિસ્તારમાં અચાનક ટોળું તોફાની બન્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કેટલા પોલીસવાળાઓને ઈજા થઈ છે. એસીપી અને પીઆઈને પણ ઈજા પહોંચી છે આ ઉપરાંત હોમગાર્ડ , લોકસરક્ષક દળના જવાનોને પણ ઈજા પહોંચી છે. કુલ 17 પોલીસને ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. બંધ દુકાન પાસે ભરાયેલા પોલીસ પર ટોળાએ બેફામ પથ્થરમારો કર્યો હતો. મહિલા પોલીસને પણ ઈજા થઈ હતી. મહિલા કોન્સ્ટેબલ રૂખસાનાબાનુંને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ટોળાએ ભાગી રહેલા પોલીસવાળાને બેરહેમીપૂર્વક માર માર્યો હતો.
આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી શાહઆલમ અને ચંડોળા તળાવની ફરતે પોલીસ ખડકી દેવામાં આવી છે. પેટ્રોલીંગ અને કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો અને હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે.