ઈમ્પીચમેન્ટનો સામનો કરનાર ટ્રમ્પ ત્રીજા રાષ્ટ્રપતિ,હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનમાંથી પ્રસ્તાવ પસાર, સીનેટમાં પસાર કરવો મુશ્કેલ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો મહાભિયોગ પ્રસ્તાવ અમેરિકાની સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનમાં પસાર થઈ ગયો છે, જો કે સેનેટમાં ટ્રમ્પની પાર્ટીની બહુમતી હોવાથી ત્યાં આ પ્રસ્તાવ પસાર કરવો મુશ્કેલ જણાય છે. આ પ્રકારની ઘટના અમેરિકન સંસદના ઈતિહાસમાં ત્રીજી વખત બની છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના ઈતિહાસમાં ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે જેમના વિરૃદ્ધ સંસદના નિચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ) માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રમ્પ વિરૃદ્ધ મહાભિયોગ માટે નીચલા ગૃહમાં બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતાં. પહેલા પ્રસ્તાવમાં ટ્રમ્પ પર સત્તાનો દૂરપયોગ કરવાનો આરોપ હતો. બીજા પ્રસ્તાવમાં તેમના વિરૃદ્ધ મહાભિયોગની સુનાવણી દરમિયાન સંસદમાં અડચણ ઊભી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ડેમોક્રેટ્સે ટ્રમ્પ વિરૃદ્ધ અને રિપબ્લિકને ટ્રમ્પના પક્ષમાં વોટિંગ કર્યું હતું.

અમેરિકન સંસદના 151 વર્ષના ઈતિહાસમાં ત્રીજી વાર રાષ્ટ્રપતિ વિરૃદ્ધ સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૃદ્ધ હવે સીનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે, જો કે 100 સીટવાળા સેનેટમાં રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. તેમના 53 સાંસદ છે અને ડેમોક્રેટ પાર્ટી પાસે 47 સાંસદ છે. ઉચ્ચ સદનમાં ટ્રમ્પને હટાવવા માટે ડેમોક્રેટ્સને બે તૃતિયાંશ બહુમતની જરૃર છે. એટલે કે ટ્રમ્પ વિરૃદ્ધ અંદાજે 67 સાંસદોએ વોટ કરવા પડશે. જે ખૂબ મુશ્કેલ છે. 151 વર્ષના ઈતિહાસમાં ટ્રમ્પ પહેલા બે રાષ્ટ્રપતિ- એન્ડ્રચૂ જોનસન અને બિલ ક્લિન્ટન વિરૃદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સેનેટમાં પહોંચ્યા હતાં. બન્ને નેતાઓને સેનેટમાં સમર્થન મળ્યું હતું.

આ પહેલા 1968 માં અમેરિકન રાષ્ટ્રપતિ એન્ડ્ચ્યુ જોનસન વિરૃદ્ધ દૂરાચારના આરોપમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો હતો. તેમના વિરૃદ્ધ સાંસદમાં આરોપોના 11 આર્ટિકલ્સ રજૂ કરવામાં આવ્યા હતાં, જો કે સેનેટમાં વોટિંગ દરમિયાન જોનસનના પક્ષમાં વોટિંગ થઈ અને તેઓ રાષ્ટ્રપતિ પદ પર ટકી શક્યા. તે પછી 1998 માં બિલ ક્લિન્ટન વિરૃદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. તેમના પર વ્હાઈટ હાઉસમાં ઈન્ટર્ન મોનિકા લેવેંસ્કી પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમને પદ પરથી હટાવવા માટે હાઉસ રિપ્રેઝન્ટેટિવમાં મંજુરી મળી ગઈ હતી, પરંતુ સેનેટમાં બહુમતી મળી નહતી. 1969થી 1974 દરમિયાન વોટર સ્કેન્ડલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન વિરૃદ્ધ મહાભિયોગની કાર્યવાહી થવાની હતી, પરંતુ તેમણે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમના પર એક વિરોધીના જાસૂસીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે બે ડેમોક્રેટ્સ અને તેમના હરિફ જડો બિડેન વિરૃદ્ધ તપાસ શરૃ કરવા માટે યુક્રેન પર દબાણ કર્યું હતું. ખાનગી અને રાજકીય ફાયદા માટે શક્તિઓનો દૂરઉપયોગ કરી 2020 રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેમના પક્ષમાં યુક્રેન પાસે વિદેશી મદદ માંગી હતી. આ ઉપરાંત અમેરિકાની બંધારણીય પ્રણાલીઓ જેમ કે, તપાસ અને સંતુલન, શક્તિઓનું પૃથકક્કરણ અને કાયદાના નિયમોને પડકાર આપ્યો હતો.

પ્રતિનિધિ સભામાં વોટિંગ પછી નક્કી કરવામાં આવશે કે ટ્રમ્પ પર લાગેલા આરોપોને સ્વીકાર કરવામાં આવે કે નહીં સાથે જ તેમણે પદ પરથી હટાવવાનો મામલો ચલાવવા માટે રિપબ્લિકનના નેતૃત્વાળી સીનેટમાં મોકલવામાં આવશે કે નહીં, જો કે 100 સીટોવાળી સીનેટમાં 53 પર રિપબ્લિકન છે. એવામાં મહાભિયોગ પ્રસ્તાવને મંજુરી મળવાની આશા ઓછી છે. કારણ કે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે બે તૃતિયાંશ બહુમતીની જરૃર પડશે, સાથે જ ટ્રમ્પ ‘પાવરનો દૂરઉપયોગ’ના આરોપોને પણ પૂરી રીતે કાલ્પનિક અને પાયાવિહોણા ગણાવ્યા છે.