પત્ની ચોરીનો ઉત્સવ: આ જાતિની મહિલાઓ ઈચ્છે તેટલા પતિ પસંદ કરી શકે છે

સામાન્ય રીતે એવી છાપ છે કે એક પુરુષના અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હોય છે અથવા તો એક પતિ એક કરતાં વધારે પત્નીઓ રાખે છે, પણ એક એવી જાતિ છે ત્યાં આ અધિકાર મહિલાઓ પાસે છે. મહિલાઓ એક કરતાં વધુ પુરુષ અથવા અનેક પુરુષ સાથે સંબંધ બાંધી શકે છે અને આવા માટે બાકાયદા કોમ્પિટીશન થાય છેય

આ પુરુષોની ખૂબસૂરતીની સ્પર્ધા છે. મહિલાઓ જજ હોય છે. જે પુરુષ સૌથી આકર્ષક સાબિત થાય છે, અને મહિલા  જજ ઈચ્છે તો પુરુષ સાથે સાથે સૂઈ શકે છે. જો તે ઈચ્છે તો પતિ પણ બનાવી શકે છે. ભલે સ્ત્રી જજ પહેલાથી પરિણીત હોય. આ બધું આફ્રિકાના નાઇજરમાં રહેતા વોડાબે જાતિઓની પરંપરા પ્રમાણે થાય છે.

વોડાબે જનજાતિ દર વર્ષે ગ્યુરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ ફેસ્ટીવલ દરમિયાન પુરુષો સુંદર પોશાકો પહેરે છે અને તે પછી સ્ત્રી ન્યાયાધીશોની સામે નૃત્ય કરે છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, વોડાબે જનજાતિનો સમાજ પણ પિતૃસતત્તાત્મક છે, પરંતુ સેક્સ સંબંધી બાબતમાં મહિલાઓ પાસે પાવર હોય છે.

વોડાબે જનજાતિમાં એક કરતા વધારે પાર્ટનર રાખવાની સ્વતંત્રતા છે. વિવાહિત મહિલાઓ બીજા પુરુષ સાથે સૂવાનું પસંદ કરી શકે છે અથવા એક કરતા વધારે પતિ પસંદ કરી શકે છે.

ગ્વારેવોલ ફેસ્ટિવલ પત્ની ચોરીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. કારણ કે સ્પર્ધામાં ભાગ લેનારા પુરુષો તેમની પસંદગીની સ્ત્રીને પસંદ કરે છે. પરિણીત સ્ત્રીની ઈચ્છા હોય તો તે પણ અન્ય પુરુષ સાથે જઈ શકે છે.

વોડાબે આદિજાતિની આવી પરંપરા છે કે મહિલાઓ લગ્ન પહેલાં પણ સેક્સ કરી શકે છે અને લગ્ન પછી એક કરતા વધારે પતિ સાથે રહી શકે છે. વોડાબે જાતિના લોકો પોતાને વિશ્વના અન્ય સમુદાયો કરતાં વધુ સુંદર માને છે અને તેમની પોતાની સુંદરતા પર ખૂબ ધ્યાન આપે છે.