મિસિસ ગુજરાત એવા સુરતના લીના શાહના હસ્તે ટી સિરીઝના તુલસી કુમારને પ્રતિષ્ઠિત કામા બેસ્ટ સિંગર એવોર્ડ એનાયત

ગુજરાત ટુરિઝમ પ્રાયોજિત અને એમ.યુ.એન્ટરટેન્મેન્ટ અને ઉમંગ શાહ પ્રોડક્શન અને બ્લુ ઓરેન્જ દ્વારા અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત કામા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ મિસિસ ગુજરાત અને બ્લુ ઓરેન્જના સંચાલક લીના શાહના હસ્તે ટી સિરીઝ ના તુલસી કુમારને કામા બેસ્ટ સિંગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સિનેમેટિક-આર્ટ-મ્યુઝીક અને એપ્રિશિયશન ક્ષેત્રે બે વર્ષથી કામા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. અને આ ત્રીજું વર્ષ હતુ. આ એવોર્ડના આયોજક એમ.યુ.એન્ટરટેન્મેન્ટ અને ઉમંગ શાહ પ્રોડક્શન અને બ્લુ ઓરેન્જના સહયોગથી આ વર્ષે 14મી ડીસેમ્બરના રોજ અમદાવાદના વાય.એમ.સી.એ. ક્લબ ખાતે કામા એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.

આ આયોજન ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા પ્રાયોજિત હતુ. એવોર્ડ સમારોહને બોલિવૂડ સેલિબ્રિટી કરણ વાહીએ હોસ્ટ કર્યુ. આ સમારોમાં 20થી વધુ સેલિબ્રિટીઓ ને કામા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં અવ્યુ હતુ. આ ઉપરાંત ટી-સિરીઝના તુલસી કુમાર ખાસ ઉપસ્થિત રહીને પેર્ફોર્મ કર્યુ.

આ અંગે વધુ માહિતી આપતા એમ.યુ.એન્ટરટેન્મેન્ટ અને ઉમંગ શાહ પ્રોડક્શનના ઉમંગ શાહે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બોલિવૂડ સાથે કનેક્ટ કરી ગુજરાત અને ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવાની સાથેજ ગુજરાત ટુરિઝમને પણ પ્રમોટ કરવાનો ઉદ્દેશ આ સમારોહનો હતો. આ ઉપરાંત જે લોકો સામાજિક કર્યો અને બિઝનેસ થકી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેવી મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ એવોર્ડ સમારોહમાં તુલસી કુમાર, વિકાસ ગુપ્તા, કારણ વાહી, પલક મુચ્છલ, મુદસ્સર ખાન, કરિશ્મા તન્ના, મનિન્દર બુત્તર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.