સુરતમાં ઉડી સ્ટેન્ડ અપ કોમેડીની છોળો: જીવેશું આહલુવાલિયા અને અમિત તિવારીએ સુરતીઓને પેટ પકડાવીને હસાવ્યા

રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને લેડિઝ સર્કલ ઇન્ડિયા દ્વારા આજ રોજ સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે લાફ ટુ બ્રીંગ સ્માઈલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 9 વાગ્યાથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિવેશું આહલુવાલિયા અને અમિત તિવારીએ પોતાની સ્ટેન્ડ અપ કોમેડી થકી સૌનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાંથી મળનારી તમામ ભંડોળનો ઉપયોગ વંચિત બાળકોને શિક્ષણનું માળખું પૂરા પાડીને સ્મિત આપવા માટે કરવામાં આવશે.
રાઉન્ડ ટેબલ ઇન્ડિયા (આરટીઆઈ) એ 18 થી 40 વર્ષની વય જૂથના બિન રાજકીય અને બિન-સાંપ્રદાયિક યુવાનોની એક સંસ્થા છે જેનો લાંબા ગાળાના હેતુ Freedom Through Education (શિક્ષણ દ્વારા સ્વતંત્રતા) છે. સંસ્થાના યુવાનોનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં સેવા, ફેલોશિપ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
એજ્યુકેટ ટુ એન્ગ્લાઈન એ લેડિઝ સર્કલ ઇન્ડિયાનો મુખ્ય પ્રોજેક્ટ છે જે દેશભરના વંચિત બાળકોને પૂરી પાડતી શાળાઓને માળખાકીય સહાય પૂરી પાડવા પર કેન્દ્રિત છે. આ પ્રોગ્રામ અંતર્ગત, આ સંસ્થા વર્ગખંડો, શૌચાલયો, ફર્નિચર, પ્રયોગશાળાઓ માટેના સાધનો, રમતગમતના સાધનો અને કમ્પ્યુટર સુવિધાઓ જેવી સુવિધાઓની જરૂરિયાતવાળી શાળાઓને વિદ્યાર્થીઓને ઉત્તમ તક આપવા માટે એક ઉત્તમ સુવિધા પ્રદાન કરે છે.