ઇન્ટરનેશનલ ફેશન અંગે IIFTના વિદ્યાર્થીઓની પેરિસ ટ્રીપ

ફેશન ડિઝાઈન ક્ષેત્રની વિખ્યાત ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએફટી દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યર્થીઓને ટુર પર પેરિસ ખાતે લઈ જવાયા હતા. જ્યાં જુદા-જુદા વિષય પર લાઈવ વર્કશોપ યોજાયો હતો.

આ અંગે ઇન્સટિટ્યૂટના સંચાલક મુકેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે ફેશન જગત એવું છે કે જ્યાં નવું હંમેશા ઉમેરાતું હોય છે. કંઇક ને કઈક નવું આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આ બાબતે માહિતગાર રહે તે ખૂબ જરૂરી છે. ઇન્ટનેશનલ સ્તરે બદલાતી ફેશન બાબતે આઈઆઈએફટીના વિદ્યાર્થીઓ અપડેટ રહે અને આ અંગેનું જ્ઞાન તેમને મળી રહે તે માટે આ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ આ પ્રકારની શૈક્ષણિક ટુર આઈ આઈ એફ ટી દ્વારા યોજાતી રહેશે.