GST કાઉન્સીલની બેઠકમાં પહેલી વાર વોટીંગ: GST રેટમાં કોઈ ફેરફાર નહીં, લોટરી પર એક સમાન ટેક્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની 38મી બેઠક  મળી હતી આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ ટેક્સ વસૂલાતમાં વધારો કરવા સહિતના અન્ય ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો હતો.જોકે, અપેક્ષા મુજબ હાલ ટેક્લ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.GST કાઉન્સીલની બેઠકમાં પહેલીવાર લોટરી પર એસ સમાન ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પહેલી વાર એવું બન્યું કે કાઉન્સીલની બેઠકમાં વોટીંગ કરવામાં આવ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણામંત્રીઓ સાથે પ્રિ-બજેટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. કાઉન્સીલનો મત હતો કે આવક વધારવા માટે સરકાર ટેક્સ કલેક્શનને વધારવા માંગે છે. દિલ્હીના નાણામંત્રી મનિષ સિસોદીયાએ ટેક્સ રેટ વધારવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આની અસર કન્ઝ્યુમર પર થશે.

દરમિયાન સરકારે 2019-20ના બાકીના ચાર મહિના માટે દર મહિને 1.1 લાખ કરોડ રૂપિયાના જીએસટી સંગ્રહનો લક્ષ્યાંક આપ્યો છે. જીએસટીના હાલના ટેક્સ સ્લેબમાં પણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. ખરેખર, અપેક્ષા કરતા ઓછી આવકને કારણે, ટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે ભારે ચર્ચા થઈ છે. મહેસૂલની આવક ઓછી થવાને કારણે રાજ્યોને વળતર ચૂકવવામાં વિલંબ થાય છે. જોકે, સોમવારે સરકારે જીએસટી વળતર હેઠળ રાજ્યોને 35,298 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ રકમ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અમલીકરણથી આવકના નુકસાનની ભરપાઇ માટે રાજ્યોને આપવામાં આવી છે.

જીએસટી અંતર્ગત રાજ્યોને નવી કરવેરા પદ્ધતિમાં વાર્ષિક આવકના 14 ટકાથી ઓછા વૃદ્ધિ પ્રાપ્ત થાય તો કેન્દ્ર પાસેથી મહેસૂલ વળતર મેળવવાનો અધિકાર છે. આ વ્યવસ્થા પાંચ વર્ષથી કરવામાં આવી છે. વળતરની રકમ દર બે મહિના પછી બહાર પાડવામાં આવે છે. પરંતુ તે ઓગસ્ટથી પેન્ડિંગ હતું. જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ માટે કેન્દ્ર સરકાર રાજ્યોની ટીકાનો સામનો કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વળતરનો મુદ્દો કાઉન્સિલની બેઠકમાં સંપૂર્ણ જોમ સાથે ઉભા કરી શકાય છે.