પંચમહાલ જિલ્લાના ગોધરાના રેણા મોરવા ગામે વહેલી સવારે દુઃખદ ઘટના ઘટી છે. મોર્નિંગ વોકમાં નીકળેલા ત્રણ સિનિયર સિટીઝનને કારે અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યા છે.
બનાવની વિગત મુજબ ગોધરાના રેણા મોરવા ગામે ત્રણ સિનિયર સીટીઝન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન કારની અડફેડે આવતા ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા મોતને ભેટ્યા હતા. સામેથી અન્ય વાહન આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હોવાથી ઘટના ઘટી હોવાનુ સામે આવ્યુ છે.
ગાડીના માલિકનું નામ રાજેશ બાબર પટેલ છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. મૃતકોને અત્યારે શહેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતકોની યાદીમાં ડૉ. સુરેશ એન. પટેલ ઉ.વ. ૬૨, પટેલ ગુણવંતભાઈ નાથાભાઇ ઉ.વ.૬૦, વાળંદ રણછોડભાઈ મગન ભાઈ ઉ.વ.૬૦નો સમાવેશ છે.