O, WOW: WhatsApp લાવ્યું છે ત્રણ નવા ફિચર્સ, હવે બદલાઈ જશે ચેટીંગનો અંદાજ

સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp સતત નવી સુવિધાઓ ઉમેરતી રહે છે. કંપનીએ તાજેતરમાં ત્રણ નવી સુવિધાઓ ઉમેરી છે. આ સુવિધાઓના લોન્ચ પછી તમારી ચેટિંગ કરવાની શૈલી અનેક હદ સુધી બદલાઈ જશે. નવા અપડેટમાં, પ્રથમ સુવિધામાં ગ્રુપમાં જોઈન કરવા અંગે છે. બીજી રિમાઇન્ડર્સ વિશે છે અને ત્રીજી કોલ વેઈટીંગ સંબંધિત છે. અહીં અમે તમને આ ત્રણ સુવિધાઓ વિશે વિગતવાર જણાવીશું.

ગ્રુપ ઈનવાઈટ ફિચર

શું તમે પણ WhatsApp ગ્રુપથી હેરાન થઈ ગયા છો?  કોઈ તમને પૂછ્યા વિના ગ્રુપમાં સામેલ ન કરે?   આ ફિચર હવે વો WhatsAppમાં આવી ગયું છે. હવે WhatsAppએ સેટિંગ્સ બદલીને આ ફિચર આપ્યું છે. આ ફિચર દ્વારા તમે જાતે નક્કી કરી શકો છો કે તમને ગ્રુપમાં કોણ જોડી શકે છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રુપમાં તમને સામેલ કરી નાંખતો હતો. હવેથી આવું કરી શકાશે નહીં.

આવી રીતે કરી શકાશે ગ્રુપ ફિચરને ઓપરેટ

આ માટે તમારે વોટ્સએપની Settingsમાં જવું પડશે, ત્યારબાદ Accountમાં અને ત્યાર બાદ Privacyમાં અને અંતે Groupsમાં જવું પડશે. અહીં તમને Who can add me to groups( કોણ મને ગ્રુપમાં એડ કરી શકે છે)નો વિકલ્પ દેખાશે. અહીં તમે Everyone, my contacts  અને my contacts except  જેવા વિકલ્પો પર પસંદગી ઉતારી શકો છો.

WhatsApp રિમાન્ડ ફિચર

હવે તમને WhatsApp પરના મહત્વના કામના રીમાઇન્ડર્સ પણ મળશે. આ નવા ટૂલ દ્વારા તમે એક ટાસ્ક બનાવવા માટે સમર્થ હશો, જેના રીમાઇન્ડર WhatsApp પર ઉપલબ્ધ હશે. આ માટે યૂઝર્સે Any.do ડાઉનલોડ કરવું પડશે. આ એપને વોટ્સએપ એકાઉન્ટથી લિંક કરવાની રહેશે. પછી તમે કોઈપણ કામ માટે રિમાઇન્ડર સેટ કરી શકશો અને તેનો સમય સેટ કરી શકશો. જોકે આ સુવિધા મફત નથી. તમારે Any.doનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

WhatsApp કોલ વેઈટીંગ ફિચર

આ ફિચરને લોન્ચ કર્યા બાદ યૂઝર્સ કોઈ પણ કોલ મીસ કરશે નહીં. હવે WhatsApp કોલ દરમિયાન યુઝર્સને કોલ વેઇટિંગ નોટિફિકેશન મળતા થઈ જશે. જો યૂઝર્સ કોઈની સાથે ફોન પર વાત કરે છે અને બીજો કોલ WhatsApp પર આવે છે, તો તે કોલને રિસીવ અથવા કટ કરવાનો ઓપ્શન હશે.