વીડિયો: વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર મોતના મુખમાં પડેલા મુસાફરને બચાવવા RPF જવાને લગાવી મોતની બાજી

વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર-2 પર રવિવારે રાત્રે કાળજું કંપાવનારી ઘટના બની હતી. જેમાં એક મુસાફર ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસતા નીચે પડી ગયો હતો, જોકે, તે જ સમયે એક બહાદુર આરપીએફ જવાન તુરંત દોડી ગયો હતો અને તેને પ્લેટફોર્મ પરથી મુસાફરને ખેંચ્યો હતો. જેના કારણે મુસાફર મોતના મુખમાંથી પાછો આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો…

વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ધીમી ગતિએ ચાલી રહેલી ટ્રેનમાં લોકો ઉતર-ચઢ કરી રહ્યા છે. અચાનક ચાલતી ટ્રેનમાં સવાર થવા જઈ રહેલો મુસાફરનો પગ લપસી જાય છે અને તે નીચે પડી જાય છે. મુસાફર ટ્રેનની સાથે ઘસડાય છે કે તરત જ ત્યાં ફરજ હાજર આરપીએફના જવાનની નજર પડે છે. પલકારામાં આરપીએફ જવાન ડાઈ મારે છે અને મુસાફરને ટ્રેન નીચે ફસાતા રોકે છે. મુસાફરને ખેંચીને પ્લેટફોર્મ પર લઈ જાય છે. આવી રીતે મુસાફરનો જીવ બચી જાય છે.

મુસાફરને મોતથી બચાવનાર આરપીએફ જવાનની ઓળખ કોન્સ્ટેબલ ગોપાલ મીના તરીકે થઈ છે. તેણે મુસાફરોએ કોન્સ્ટેબલનો દિલથી આભાર માન્યો હતો. આ સાથે ત્યાં હાજર લોકોએ પણ જવાનની સતર્કતા અને બહાદૂરીને બિરદાવી હતી. આ નિર્ભીક જવાનની વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.