થર્ટી ફર્સ્ટની ઉજવણી: રાજસ્થાનથી ગુજરાતમાં ધૂસાડાતો 27 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડતી રાજકોટ પોલીસ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારના ચોટીલા-રાજકોટ ને.હા. રોડ બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રક માંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-7236 કિ.રૂ 27,78,300- તથા ટ્રક રૂ.15,00,000- મો.ફોન-2 રૂ.1000- મળી કુલ રૂ 42,79,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  સંદીપસિંહે તમામ જિલ્લાઓને કડક વાહન ચેકીંગ કરવા જણાવ્યું હતું. આના અનુસંધાનમાં સાયબર સેલના પોલીસ ઇન્સ. આર.એ.ડોડીયાને ખાનગીરાહે ચોકકસ હકીકત મળી હતી કે મોરબી  જિલ્લાના ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી બંધ કન્ટેનર ટ્રક RJ-14-GG-1547માં ઇંગ્લીશ દારુનો મસ મોટો જથ્થો ભરી નીકળનાર છે. બાતમી મળતા પોલીસે બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર સહિતની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળો ટ્રક RJ-14-GG-1547 નિકળતા ટ્રક રોકી કન્ટેનર ખોલી ચેક કરતા બંધ કન્ટેનરમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-7236 કિ.રૂ 27,78,300- તથા ટ્રક રૂ.15,00,000- મો.ફોન-2 રૂ.1000- મળી કુલ રૂ 42,79,300 નો મુદ્દામાલ કબ્જે કરી છે.

દારુની ટ્રક લઈને હેરાફેરી કરતા  ડ્રાઇવર આરોપી નં.(૧) પ્રદીપ રતીરામ પ્રજાપતી રહે.તતારપુર ગામ તા.મુન્ડાવર જી.અલવર રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરેલ તેમજ આરોપી નં.(ર) પ્રિતમ ઓમપ્રકાશ યોગી રહે. તતારપુર જી.અલવર રાજસ્થાન તથા (૩) ઇંગ્લીશ દારુનો જથ્થો ભરીઆપનાર તથા (૪) રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને (૫) દારુનો જથ્થો મંગાવનાર જુનાગઢના ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.