જામીયા હિંસામાં 10ની ધરપકડ, એક પણ વિદ્યાર્થી આમાં પકડાયો નથી

રવિવારે જામિયામાં થયેલી હિંસના અનુસંધાને દિલ્હી પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. આમાં જામિયા યુનિવર્સિટીનો એક પણ વિદ્યાર્થી સમાવિષ્ટ નથી. પકડાયેલા લોકોમાં ત્રણને કુખ્યાત ગુનેગારો છે અને બધા જામિયા અને ઓખલા વિસ્તારના રહેવાસી છે. સાથે જ પોલીસે કહ્યું કે, જોકે, આનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને ક્લિનચીટ આપવામાં આવી છે.

વિવાદાસ્પદ નાગરિક્તા કાયદાની વિરુદ્વમાં સોમવારે દેશના ઘણા ભાગોમાં પોલીસે કાર્યવાહી કરી હતી. દિલ્હીમાં જામિયા મીલીયા ઇસ્લામીયામાં વિરોધ પ્રદર્શન થયા હતા. નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ આ પ્રદર્શનને ટેકો આપતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ  આ દેખાવો શાંતિપૂર્ણ હતા, જ્યારે અન્ય જગ્યાઓએપ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રદર્શનને દુખદ અને નિરાશાજનક ગણાવ્યું હતું અને શાંતિ માટે અપીલ કરી હતી. જામિયા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને નાગરિકત્વ કાયદા સામેના રોષની અસર ઉત્તર પ્રદેશથી કેરળ અને મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી.

જામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસના નેજા હેઠળ વિપક્ષો એક થઈ ગયા છે. કોંગ્રેસ સિવાય અન્ય ચાર રાજકીય પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા રવિવારે સાંજે જામિયા કેમ્પસમાં બનેલી ઘટનાઓની તપાસની માંગ કરી હતી.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, ‘કેન્દ્ર સરકારે એક કાયદો લાવ્યો છે જેને લઈને દેશભરમાં હિંસા થઈ રહી છે. સરકાર આ માટે સીધી રીત જવાબદાર છે. જો સરકારે આ કાયદો નહીં લાવ્યો હોત તો હિંસા થાત.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે સાંજે 4 થી 6 વાગ્યા સુધી ઇન્ડિયા ગેટ પર મૌન પ્રદર્શન કર્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પર હુમલો એ ભારતના આત્મા પર થયેલો વાર છે. જ્યારે તેમની માતા અને કોંગ્રેસ પ્રૃમુંખ સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું ભાજપ દેશમાં અસ્થરતા પેદા કરી રહ્યો છે.