દેશદ્રોહ મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને ફાંસીની સજા

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના ગુનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તેમના પર ઇમરજન્સી લાદવાનો આરોપ હતો. તમને જણાવી દઈએ કે માર્ચ 2016થી મુશર્રફ દુબઈમાં સારવાર માટે રહે છે અને ત્યારબાદ તેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરાયા હતા ફાંસીની સજા સાંભળનારા મુશર્રફ પાકિસ્તાનના દ્વિતીય રાષ્ટ્રપતિ છે.

મુશર્રફને ઈસ્લામાબાદ સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી હતી. પરવેઝ મુશર્રફે નવેમ્બર 2009માં પાકિસ્તાનમાં ઇમરજન્સી લગાવી હતી. આ પછી નવાઝ શરીફની સરકારે 2013માં મુશર્રફ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

મુશર્રફ માર્ચ 2016થી દુબઇમાં રહે છે. તેમના પર બંધારણનો ભંગ કરવા અને 2007માં કટોકટીનો નિયમ લાદવા બદલ દેશદ્રોહના આરોપો મબકવામાં આવ્યા હતા. 76 વર્ષીય મુશર્રફ દુબઈમાં સારવાર મેળવી રહ્યા છે અને સ્વાસ્થ્ય અને સલામતીના કારણોસર તેઓ પાકિસ્તાન પાછા ફર્યા નથી.

મુશર્રફના વકીલોએ શનિવારે એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં લાહોર હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્પેશિયલ કોર્ટ ચાલી રહેલી સુનાવણીને રોકી દેવામાં આવે. આપવામાં આવે. હાઈકોર્ટ પહેલાં સ્પેશિયલ કોર્ટ કેસ અંગે ફેંસલો ન આપે તેવી માંગ કરવામાં આવી હતી. મુશર્રફની અરજીને લઈ કોર્ટે સરકારને નોટીસ આપી હતી. કોર્ટ મુખ્ય અરજી સાથે જ અન્ય અરજીઓ પરનો નિકાલ પણ કર્યો હતો.