કારમાં બેસીને સિગારેટ પીતા હોવ તો બી-એલર્ટ: બની શકે છે તમારી સાથે પણ આવી ખતરનાક ઘટના

ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે સાવચેત ન હોવ તો તમારા ખિસ્સામાં સિગારેટનું પાકીટ રાખવું પણ નુકસાનકારક હોઈ શકે છે. બ્રિટનમાં વ્યક્તિને આવો જ પદાર્થપાઠ મળ્યો. તેની કાર સળગી ગઈ. નસીબ એટલું સારું હતું કે તે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો અને ઘટનાની સંપૂર્ણ વિગતો કહી દીધી. માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે શનિવારે બપોરે પ્રત્યક્ષદર્શીઓએ કારની વિન્ડસ્ક્રીનને ધડાકાભેર તૂટતા જોઈ અને સાથે જ આજબાજુની ઈમારતોને પણ હાલકડોલક થતાં જોઈ.

યુવક કારને યોર્કશાયરમાં હેલિફેક્સ તરફના બિઝી રોડ પર યુવક કારને હંકારી ગયો હતો. તેણે કારમાં એર ફ્રેશનર છાંટ્યું અને તરત જ સિગારેટ સળગાવી. આટલું કરતાંની સાથે કારમાં વિસ્ફોટ થયો અને કારના તમામ કાચ તૂટી ગયા. યુવક કાર છોડીને ભાગવામાં સફળ રહ્યો પણ બ્લાસ્ટ એટલો બધો ખતરનાક હતો કે આજુબાજૂની બિલ્ડીંગની બારીઓ પણ કાચ તૂટી ગયા હતા.

પોલીસે કહ્યું કે આનાથી પણ ઘટના બની શકી હોત. ઘટના બાદ તરત જ કારના માલિકને એરોસોલના ડબ્બા અને આગના બારામાં ચેતવણી આપી. ઘટનાનાં પગલે ફાઉન્ટન સ્ટ્રીટના રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

એક ટવિટર યૂઝર્સે આ ઘટનાના ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું: “હેલિફેક્સ ટાઉન સેન્ટરમાં કાર વિસ્ફોટ. એક મોટો ધડકો થયો. હું તે સમયે બારમાં હતો. એક ક્ષણમાં ઇમરજન્સી સેવાઓ આવી. કોઈને ઈજા પહોંચી નથી.”