બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

મંગળવારે સવારે ઓડિશાના ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, જમીન પર ટારગેટ વિંધવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ સવારે 8.30 વાગ્યે ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચિંગ કોમ્પ્લેક્સ-3માં મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી કરવામાં આવ્યું હતું.

ડીઆરડીઓના સૂત્રએ જણાવ્યું હતું કે સપાટીથી સપાટી પર વાર કરવામાં આ મિસાઇલ સક્ષમ છે. પરીક્ષણ તમામ માપદંડને પૂર્ણ કરે છે.

બ્રહ્મોસ મિસાઇલ મધ્યમ-અંતરની રામજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે જેને સબમરીન, જહાજ, ફાઇટર એરક્રાફ્ટ અથવા જમીન દ્વારા લોંચ કરી શકાય છે.