શીતલહેર: દેશભરમાં છવાઈ ધૂમ્મસની ચાદર, વિઝીબિલીટી ઘટીને 300 પર પહોંચી, 46 ટ્રેનો રદ્દ

જમ્મૂ કાશ્મીર પાસેથી પસાર થઈને શીત લહર દિલ્હી સહિત ઉત્તર ભારત સુધી પહોંચી ગઈ છે. પવનની ગતિ લગભગ 10 કિમી પ્રિત ક્લાકની રહી છે. દિલ્હી અને એનસીઆર સહિત ત્રણ પ્રદેશોમાં ધૂમ્મસની ચાદર પથરાઈ જવા પામી છે. પંજાબ, હરીયાણા. પશ્ચમી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં ધૂમ્મસની શરૂઆત થઈ ગઈ છે. પાછલા 24 ક્લાકમાં પ્રગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. આના કારણે એર વિઝીબિલીટી ઘટીને ઝીરો પર પહોંચી ગઈ છે. હાલ તેમાં જબરદસ્ત ઘટાડો થયો અને વિઝીબલિટી ઘટીને 300 મીટર સુધી પહોંચી ગઈ છે.

કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૃપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી 46 ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. હવે ઉત્તર રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી એટલે કે 31મી જાન્યુઆરી સુધી 46 ટ્રેનો ન દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે. ધુમ્મસના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાત 48 ટ્રેનો સપ્તાહમાં એકથી ત્રણ દિવસ સુધી દોડનાર છે. તેમાં મંડળમાંથી પસાર થનાર 20 ટ્રેનો પણ સામેલ છે. આ ટ્રેનો રદ કરવામાં આવ્યા બાદ રેલવે યાત્રીઓન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ આ સિઝનમાં જોરદાર ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે.

દેશભરમાં કાતિલ ઠંડીની સ્થિતી વચ્ચે હાલમાં ધુમ્મસની ચાદર પણ ફેલાયેલી છે. ધુમ્મસના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થાય છે. ક્રિસમસના દિવસો  પહેલા હાલમાં ભારે વરસાદની શક્યતા દેખાઇ રહી છે. ૨૫મી ડિસેમ્બર પહેલા વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સંપૂર્ણપણે સાવચેત છે. ધુમ્મસના કારણે વાયુ પ્રદુષણ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.