પરવીન બાબી પર બની રહી છે ફિલ્મ, કોણ બનાવશે ફિલ્મ, જાણો

પરવીન બાબી એવી અભિનેત્રી રહી છે જેની ફિલ્મી અને પર્સનલ લાઈફ હંમેશ વિવાદોમાં રહી હતી. પરવીન બાબીનું મૃત્યુ પણ એક કોયડો જ હતો. હવે ‘સકડ-2’ના ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ પણ હવે વૅબ સિરિઝ બનાવીને ડિજિટલ ક્ષેત્રે ડેબ્યુ કરવાના છે. તે એક ફિલ્મસર્જક અને અભિનેત્રી વચ્ચેના સંબંધો પર આ વૅબ શો બનાવશે. તેમના અને પરવીન બાબીના સંબંધોથી પ્રેરિત થઇને તે આ શો બનાવવાના છે. તેમાં સંઘર્ષ કરતા ફિલ્મસર્જક અને 1970ના સમયની ટોચની એક અભિનેત્રીના સંબંધોની વાત છે.

દિગ્દર્શક કહે છે, ‘બહુ યોગ્ય શરૂઆત થઇ રહી છે. જૂના સમયની વાતોની સિરિઝ! વિશ્વનું ગ્રેટેસ્ટ લોકેશન હોય છે માનવીનું દિલ.’ મહેશ ભટ્ટ બૉલીવૂડની અભિનેત્રીના જીવન પરથી ફિલ્મ બનાવી રહ્યા તે પહેલી વખત નથી બની રહ્યું. તેમની 2006માં આવેલી ફિલ્મ ‘વો લમ્હેં’ પણ એવી જ હતી, જેમાં શાઇની આહુજા અને કંગના રણોત હતા. તે પણ પરવીન બાબીના જીવન પરથી પ્રેરિત હતી. તેમાં પણ મહેશ ભટ્ટે તેમના અને પરવીન બાબીના સંબંધોને બતાવ્યા હતા અને પછી પરવીન બાબીની માનસિક સ્થિતિ થઇ હતી તેની વાત પણ હતી.