વધુ ત્રણ મહિના માટે ફારુક અબ્દુલ્લા રહેશે નજરબંધ

જમ્મૂ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાને નજરબંધ કરવાની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આવનાર ત્રણ મહિના સુધી ફારુક અબદુલ્લા નજરબંધ રહેશે.

ફારુક અબ્દુલ્લાને પાછલા 132 દિવસથી નજરબંધ કરીને રાખવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરના જનસુરક્ષા કાયદા હેઠળ ફારુક અબ્દુલ્લાને નજરબંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. કાશ્મીરમાંથ કલમ 370 રદ્દ કરવામાં આવ્યા બાદ ફારુક અબ્દુલ્લાને સીધા જ નજરબંધ કરી દેવામાં આવ્યા હતા.